ભગવાન શિવના વાસુકી નાગના અસ્થિત્વને મળ્યું વૈજ્ઞાનિકોનું સમર્થન, કચ્છમાંથી મળી આવ્યા અવશેષો

ADVERTISEMENT

Vasuki In Kutch
સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી મહત્વની વાર્તા
social share
google news

Vasuki In Kutch: ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી નાગના (Vasuki Snake) છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. કચ્છ સ્થિત પાંધ્રો લિગ્નાઈટના ઉત્ખનનમાં વૈજ્ઞાનિકોએ 27 જેટલા અવશેષોની ભાળ મેળવી છે,જે સાપના કરોડરજ્જાની વર્ટીબ્રાનો ભાગ છે.

સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી મહત્વની વાર્તા 

આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. IIT રુડકીના એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધનમાં ગુજરાત રાજ્યના કચ્છ સ્થિત ખાણમાંથી એક વિશાળકાય સાપનું કરોડરજ્જુ અને હાંડકાના અવશેષ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેનો આકાર આજના અજગર જેવો વિશાળ હતો. પરંતુ તે ઝેરી ન હોત. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, IIT રૂરકીના પેલેઓન્ટોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો. 

Discovery of Vasuki Naag

ADVERTISEMENT

લંબાઈ 36 થી 49 ફૂટ, વજન 1000 કિ.ગ્રા

પેલેઓન્ટોલોજિસ્ટ અનુસાર, એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેમની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેમનું વજન લગભગ 1000 કિલો હતું.

Discovery of Vasuki Naag

ADVERTISEMENT

ભગવાન શિવનો નાગ, સાપનો રાજા માનવામાં આવે છે

વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપનો રાજા કહેવામાં આવતો હતો. આ પ્રાગૈતિહાસિક સાપને ટિટાનોબોવાના વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી ટાઇટેનોબોઆના અશ્મિ મળી આવ્યા હતા. તે લગભગ 42 ફૂટ ઉંચો હતો. વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ પાંચ કરોડ વર્ષ પહેલા જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?

આ સાપ અંગે હજુ શોધખોળ શરૂ છે

આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો. એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલાં તેનું અસ્તિત્વ હતું પછી ડાયનાસોર યુગનો અંત આવ્યો. વાસુકી નાગના કરોડરજ્જુના હાડકાનો સૌથી મોટો ભાગ જે આપણને મળ્યો છે તે સાડા ચાર ઈંચ પહોળો છે. આ દર્શાવે છે કે વાસુકી નાગાનું શરીર ઓછામાં ઓછું 17 ઇંચ પહોળું હતું. હાલ તેની ખોપરી મળી નથી, શોધખોળ ચાલુ છે.

    follow whatsapp

    ADVERTISEMENT