ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશન પ્રક્રિયા શરૂ, સ્નાતકથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્ષ માટે કરી શકશો અરજી

ADVERTISEMENT

Gujarat Vidhyapith
Gujarat Vidhyapith
social share
google news

Gujarat Vidhyapith Admission: ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા હાલમાં સમાપ્ત થઈ ગઈ છે. ધો.12 પછી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની અનેક તકો ખુલે છે. આર્ટ્સ્, કોમર્સ તથા સાયન્સની સાથે અનેક અન્ય પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. આ વચ્ચે ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2024 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્નાતકથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા સુધીના કોર્ષ માટે 30 એપ્રિલ 2024 સુધી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો: Government Job: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરવી અરજી

કયા કોર્ષમાં એડમિશન લઈ શકાશે?

ગુજરાત વિદ્યાપીઠમાં ધો.12 પછી સ્નાતક કક્ષાના બી.એ, બી.એસસી. બી.સી.એ, બી.આર.એસ, બી.પી.ઈ.એસના એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. સ્નાતક પછી બી.એડ, બી.પી.એડ, એમ.એ, એમ.જે.એમ.સી, એમ.એસ.ડબલ્યુ, એમ.લીબ, એમ.એસસી, એમ.એડ, એમ.પી. એડ, એમ.બી.એ, એમ.સી,એ અને અનુસ્નાતક ડિપ્લોનાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની IPL ટીમમાં વિદેશી ખેલાડીઓ ખુશ નથી? KKRથી રમેલા ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

ક્યાંથી કરી શકાશે અરજી?

વિદ્યાપીઠમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ https://gujaratvidhyapith.org/admission પર જઈને અરજી કરી શકો છો. પ્રવેશ માટે વધુ વિગતો જોવા www.gujaratvidhyapith.org વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તથા પ્રવેશ અંગે માર્ગદર્શન માટે admission2024@gujaratvidhyapith.org પર ઈ-મેઈલ કરી શકો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT