"15 કરોડ લઈને ગોવામાં જલસા કરે છે નિલેશ કુંભાણી", કોણે લગાવ્યો આરોપ?

ADVERTISEMENT

Nilesh Kumbhani
Nilesh Kumbhani
social share
google news

Nilesh Kumbhani News: લોકસભાની ચૂંટણી પહેલા જ સુરતની લોકસભા બેઠક પર કમળ ખીલ્યું છે. નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સાથે મળીને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ તરીકે જીતાડવા હાથ મિલાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જોકે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી જ નિલેશ કુંભાણી પોતાના ઘરે નથી અને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો કોંગ્રેસ દ્વારા તેમના પર લોકશાહીના ગદ્દાર હોવાનો આરોપ લગાવતા પોસ્ટર્સ પણ સુરતમાં લાગ્યા છે. જોકે છેલ્લા 4 દિવસથી નિલેશ કુંભાણી ક્યાં ગુમ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ વચ્ચે સુરતમાં AAPના પૂર્વ કોર્પોરેટર નેતા દિનેશ કાછડિયાએ મોટો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: 'આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર', સુરતમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો

દિનેશ કાછડિયાએ શું આરોપ લગાવ્યો?

દિનેશ કાછડિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને દુઃખ એક જ વાતનું છે કે દેશભરના લોકો જ્યારે પોતાના મતાધિકારનો ચૂંટણીમાં ઉપયોગ કરવાના હતા. ત્યારે ઈન્ડિયા ગઠબંધન દ્વારા નિલેશ કુંભાણીને સુરત બેઠકથી ઉમેદવાર બનાવાયા હતા. નીલેશ કુંભાણીને ફોર્મ રદ થયું નથી પરંતુ રદ કરાવવામાં આવ્યું છે.  ભાજપે નિલેશ કુંભાણી અને ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે. 7મે એ દેશભરમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી પર જોતા રહેશે. 

આ પણ વાંચો: Lok Sabha Elections: PM મોદી-રાહુલ ગાંધીને ચૂંટણી પંચની નોટિસ, પાર્ટીના અધ્યક્ષો પાસે માંગ્યો જવાબ

ગોવામાં જલસા કરે છે કુંભાણી!

તેમણે વધુમાં ઉમેર્યું કે, એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. જો નિલેશ કુંભાણી મરદ હોય તો તેણે ગામમાં રહેવું જોઈએ. શા માટે ભાગી ગયા છે મારી તેને ઓપન ચેલેન્જ છે તું શહેરમાં આવીને બતાવ. મને મારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તે ગોવામાં છે અને આજે ગુરુવારના દિવસે કદાચ કમલમ ખાતે ભાજપમાં જોડાવાનો હતો. પરંતુ કદાચ વિરોધને જોતા તે થોડા દિવસ પછી ભાજપમાં જોડાઈ શકે છે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT