Breaking News: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

ADVERTISEMENT

IPS-SPS Transfers
કોને કયા નિમણૂક અપાઇ?
social share
google news

IPS-SPS Transfers: ચૂંટણી પંચના આદેશથી વિવિધ પદેથી હટાવાયેલ 12 IPS અધિકારીઓને નિમણૂક અપાઇ કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલ મહત્વની જગ્યાઓ પર ચૂંટણી પંચની મંજૂરી સાથે નિમણૂક અપાઇ છે. જેમાં CBIમાંથી પરત ફરેલ 2 પોલીસ અધિકારીઓ ગગનદીપ ગંભીર અને રાઘવેન્દ્ર વત્સવ નિમણૂક પણ સામેલ છે.

ADVERTISEMENT

કોને કયા  નિમણૂક અપાઇ?

ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટ વિભાગના IG તરીકે નિમણૂક કરાઈ છે તો, રાઘવેન્દ્ર વત્સની સુરત શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર (JCP) ક્રાઇમ તરીકે નિમણૂક કરાઈ છે. શરદ સિંઘલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિરજ બડગુજરની ક્રાઇમ બ્રાન્ચના JCP પદેથી બદલીને, અમદાવાદ સેક્ટર 1 ના JCP બનાવાયા છે. ચૈતન્ય માંડલીકની CID ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી છે. મનિષસિંગની ગાંધીનગર MT વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે. અજીત રાજયન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા DCP બનાવવામાં આવ્યા છે. ડો લલિના સિન્હાની સાઇબર ક્રાઇમના DCP તરીકે નિમણૂક કરવામાં આવી છે. હિમાંશુ વર્મા અમદાવાદ ઝોન 1 ના નવા DCP બનાવાયા છે. રૂપલ સોલંકીની DCP ઓફિસના સ્ટાફ તરીકે નિમણૂક કરાઈ છે. ઉષા રાડાની SRPF 6 ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર, પરીક્ષાનું શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT