આનંદો BUDGET 2023: ઇન્કમટેક્સ સ્લેબની લિમિટમાં થશે વધારો

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મોદી સરકારનું 1 ફેબ્રુઆરી, 2023 ના દિવસે બજેટ રજુ થવા જઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ બજેટ સમાજના દરેક વર્ગને અને દરેકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખુબ જ મહત્વનું છે. આ અંગે નિષ્ણાંતોનો મત છે કે, આ વર્ષે બજેટમાં આવકવેરા દાતાઓને રાહતની અપેક્ષા છે. 2014 માં બેઝિક મુક્તિ મર્યાદા 2.5 લાખથી નક્કી કરાઇ હતી. તેમાં સુધારો ખુબ જ જરૂરી છે. આ છુટછાટ લિમિટ વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યા છે. આ રાહત સીધી જ મળે તેવી શક્યતા છે.

કેપિટલ ગેઇન્સ ટેક્સ પ્રણાલીને સુધારવાની અપેક્ષા
ઉપરાંત બીજી અપેક્ષા છે કે, કેપિટલ ગેઇન્સ ટેક્સ પ્રણાલીને તર્કસંગતત બનાવવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં સિસ્ટમ વિવિધ ટેક્સ અને વિવિધ રોકાણો માટે હોલ્ડિંગ સહિત ખુબ જ જટિલ છે. જેને સરળ બનાવવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે. મોદી સરકાર પાસે સૌથી વધારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જરૂરી છે. આ બજેટના કેન્દ્રબિંદુમાં ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્કલુઝનના ફ્લેગશિપ મોડલની પરિકલ્પના છે. આ ઉપરાંત PMJDY નો નવો તબક્કો જાહેર થયો છે.

લોન પરના ટેક્સના ડિડક્શન અંગે સરકાર મહત્વપુર્ણ નિર્ણય લઇ શકે છે
સેન્ટ્રલ પાર્કના સીએમડી અમરજીત બક્ષીએ જણાવ્યું કે, વર્ષ 2023 માં ઘર ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સરકારે લોન પરના વ્યાજ માટે ટેક્સ ડિડક્શનની મર્યાદા તમારા ઘર ખરીદનાર માટે વાર્ષિક 2 લાખની હાલની મર્યાદા વધારીને 5 લાખ કરવા અંગે પણ વિચારણા કરવી જોઇએ. આ ઉપરાંત એનર્જી સેક્ટર પણ રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા અને બજેટ 2022 દરમિયાન એકંદરે કાર્બન ફુટપ્રિંટ ઘટાડવા માટે દેશના પ્રયાસ તરફ વધારે એક પગલું હતું. MSME સેક્ટરનો પણ સમાવેશ કરવા માટે પીએલઆઇ સ્કીમની રાહ જોવાઇ રહી છે. મનરેગા અને આધારને વ્યાપક બનાવવા માટે પણ સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT