Stock Market Crash: આજે માર્કેટ નથી મજામાં! શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે શનિવારે અને રવિવારે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર શેરબજાર પર દેખાઈ
મોંઘવારીમાં દરમાં ભારે વધારો થવાની સંભાવના
Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે શનિવારે અને રવિવારે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈરાને ઈઝરાયેલના અનેક ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરતા વિશ્વભરનું ટેન્શન વધી ગયું. તો એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારો સમય ઘણો કઠિણ રહેવાનો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારીમાં દરમાં ભારે વધારો થવાની સંભાવના છે. જેના કારણે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે શેરબજારમાં મોટો કડાકો
શુક્રવારે શેરબજારમાં 1 ટકા સુધીનો ઘટાડો થયા બાદ સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઘટીને 73,315.16 પર ખૂલ્યો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટીને 22,339.05 પર ખુલ્યો હતો. BSEના ટોચ 30 શેરોમાંથી માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહ્યો છે, જ્યારે બાકીના તમામ 26 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો 2.41 ટકા છે.
2175 શેરમાંથી 135 શેરમાં તેજી
આજે NSE પર 2,171 શેર ટ્રેડ કરી રહ્યા હતા, જેમાંથી માત્ર 135 શેરમાં જ તેજી જોવા મળી રહી હતી. જ્યારે બાકીના 1,979 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. 57 શેરમાં કોઈ એક્શન ન થયું. 33 શેર 52 વીકની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 16 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ છે. આ સિવાય 25 શેર અપર સર્કિટમાં અને 114 શેરે લોઅર સર્કિટ લગાવ્યું છે.
ADVERTISEMENT
મીડિયા સેક્ટરમાં નોંધાયો સૌથી વધુ ઘટાડો
Sensex-Nifty સિવાય નિફ્ટી નેક્સ્ટ 50, મિડકેપ, સ્મોલ કેપ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી આજે 550 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી નેક્સ્ટ 50માં 1400થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. સેક્ટર્સની વાત કરીએ તો બેંક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, પ્રાઈવેટ બેંક, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કન્ઝ્યુમરમાં 1થી 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં 3.21 ટકા નોંધાયો છે.
ADVERTISEMENT