Stock Market: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ... શું શેરબજારમાં આવતીકાલે નોંધાશે મોટો ઘટાડો? જાણો કેવું રહેશે બજાર

ADVERTISEMENT

Stock Market Update
Iran Israel War શેરબજાર પર કરશે અસર?
social share
google news

Stock Market Update: ઈરાન દ્વારા ડ્રોન અને મિસાઈલ વડે ઘણા ઈઝરાયેલના ટાર્ગેટ પર અચાનક હુમલાને કારણે ફુગાવાનું જોખમ વધી રહ્યું હોવાનું જણાય છે. આ ઉપરાંત કેટલાક દેશો માટે આયાત-નિકાસ પર પણ અસર થવાની છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમત પર ઘણી અસર થવાની છે. આ દરમિયાન શેરબજારમાં પણ મોટી વધઘટ જોવા મળી શકે છે.

Iran Israel War શેરબજાર પર કરશે અસર?

નિષ્ણાતોનું કહેવું છે કે, ઈરાન અને ઈઝરાયેલ (Iran Israel War) વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે આવતીકાલે એટલે કે સોમવારે બજાર ખુલશે, ત્યારે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ તેમજ ભારતીય શેરબજારમાં ગભરાટ અને અસ્થિરતા વધી શકે છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, ભૂ-રાજનીતિના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાનો ભય ઘણીવાર રહે છે. આવી સ્થિતિમાં બજાર પર પણ અસર કરશે.

આ સપ્તાહ દરમિયાન ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થશે

બિઝનેસ ટુડે અનુસાર, આ સપ્તાહ દરમિયાન ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવશે. સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, રોકાણકારો સપ્તાહના અંતે ઈન્ફોસિસ, બજાજ ઓટો અને વિપ્રોના કમાણીના અહેવાલો પર પણ નજર રાખશે. તેમણે કહ્યું કે આ સપ્તાહ દરમિયાન, મેક્રો ઈકોનોમિક મોરચે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ડેટા, યુએસ રિટેલ સેલ્સ અને યુએસ બોન્ડ્સ, ડોલર ઈન્ડેક્સ વગેરે જેવા ડેટા આવશે, જે બજારની મૂવમેન્ટને બદલી શકે છે. માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અરવિન્દર સિંહ નંદાએ જણાવ્યું હતું કે આ સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. બજારના દૃષ્ટિકોણને મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક આર્થિક ડેટા, ભારતના WPI ફુગાવાના ડેટા અને WPI ઉત્પાદન ડેટા, ચાઇના જીડીપી વૃદ્ધિ દર, યુએસ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને યુએસ પ્રારંભિક જોબલેસ દાવાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

Government Scheme: ગજબની છે આ યોજના... 2 વર્ષમાં જ મહિલાઓ બની જશે અમીર! મળશે આટલા રૂપિયા

શુક્રવારે બજાર ઘટ્યું હતું


અમેરિકાના ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ હોવાના કારણે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં લગભગ 800 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 234 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. દરમિયાન, એવો અંદાજ છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે શેરબજારમાં મોટી વધઘટ થઈ શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT