ચૂંટણી પહેલા આણંદ જિલ્લાના આ બે શહેરોમાં લાગ્યો અશાંત ધારો, જાણો શું છે પરિસ્થિતિ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, આણંદ: આણંદ જીલ્લોએ કોંગ્રેસનો ગઢ છે. અને આ ગઢમા બીજેપી ગાબડું પાડી શકે તેમ નથી. આ બેઠકો કબ્જે કરવા માટે જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ ખાતે જાહેર સભા સંબોધીને જનતાને કોંગ્રેસની વાતોમાં ન આવવા જણાવ્યુ હતુ. હવે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. એવામાં જિલ્લાના બે શહેર બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો આજે રાજ્યપાલ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાના બોરસદ તેમજ પેટલાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરતા રાજ્યપાલે આજે મહોર લગાવી દીધી છે. બોરસદ તેમજ પેટલાદ શહેરની ગણના અતિ સંવેદનશીલ શહેરોમાં થતી હોય છે. ભારતિય જનતા પાર્ટીની સંગઠનની ટીમને અવર નવાર બન્ને શહેરોમાંથી સ્થાનિકો ધ્વારા અસરકારક અશાંતધારાનો કાયદો પેટલાદ અને બોરસદ શહેર માં પસાર કરવા માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા મળેલી રજૂઆતોને સરકાર સુધી પહોંચાડી અસરકારક અમલીકરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

શહેરો માં કોમી એકતા જાળવાય રહેશે
સ્થાનિકોની માંગને ધ્યાને રાખી જિલ્લા સંગઠન તરફથી થયેલ રજૂઆત પર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વારા અનુમતિની મહોર લગાવવામાં આવતા બન્ને શહેરોમા સ્થાનિક કક્ષાએ લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અશાંત ધારો લાગુ થતા હવે મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય. જેથી શહેરો માં કોમી એકતા જાળવાય રહેશે અને મિલકત વિવાદ ના પ્રશ્નોનુ મહદ્ અંશે નિરાકરણ લાવવામાં સફળતા મળશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

બોરસદ અને પેટલાદમાં લઘુમતી સમાજનું વર્ચસ્વ
મહત્વનુ છે કે, બોરસદ અને પેટલાદમાં લઘુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અને આ બન્ને વિધાનસભાની બેઠક કોંગ્રેસના ફાળે જાય છે. પરંતુ 2002મા હિંદુત્વની લહેરમા પેટલાદ વિધાનસભા ભાજપના ફાળે આવી હતી. એટલું જ નહી આ બેઠક પર વર્ષ 2002મા ભાજપે 22,651 જેટલા જંગી મતોથી પેટલાદ વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. એવામાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા વર્તાઈ રહી છે.ચૂંટણી પહેલા જ આ નિર્ણય ભાજપ માટે ફાયદાકારક સાબીત થાય છે કે પછી નુકશાનકારક તે જોવું રસપ્રદ બની રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT