ચૂંટણીમાં જીતવા MLAના સમર્થકોએ ભૂવાજી પાસે માનતા માની હતી! જાણો હવે કેવી રીતે પૂરી કરી…

Parth Vyas

18 Dec 2022 (अपडेटेड: Dec 18 2022 8:57 AM)

અરવલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત દાખવી દીધી છે. તેવામાં રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ઘણી એવી બેઠકો પણ…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત દાખવી દીધી છે. તેવામાં રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ઘણી એવી બેઠકો પણ રહી હતી જ્યાં ભાજપ, AAP, કોંગ્રેસની સાથે અપક્ષ પણ જીતવાનો પ્રબળ દાવેદાર હતો. તેવામાં બાયડમાં ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો બહુમતી સાથે વિજય થયો હતો. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બન્યા પછી સમર્થકોએ માનેલી માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. જાણો કેવી રીતે તેમણે પૂરી કરી….

આ પણ વાંચો

સમર્થકોએ ભુવાજી પાસે માનતા માની હતી..
ભાજપે ટિકિટ ન આપતા બળવો કર્યા બાદ ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે અહેવાલો પ્રમાણે ધવલસિંહની આ ચૂંટણીમાં જીત થાય તેના માટે તેમના સમર્થકોએ ભુવાજીની માનતા માની હતી. ત્યારે બાયડમાં ધવલસિંહની પ્રચંડ જીત થઈ હતી. જેથી કરીને માનતા પૂરી કરવા માટે તેમના સમર્થકોએ તજવીજ શરૂ કરી દીધી હતી.

ધારાસભ્ય ધવલસિંહે પદયાત્રા યોજી…
બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ચૂંટણી જીત્યા પછી પદયાત્રા યોજી હતી. સમર્થકોએ સિકોતર મેલડીના ભુવાજી પાસે ધવલસિંહની જીતની માનતા માની હતી. તેવામાં માલપુરથી અણિયોર ઘડો લઈને તેઓ સમર્થકો સાથે પદયાત્રા કરતા પહોંચ્યા હતા. નોંધનીય છે કે ધવલસિંહે સારા એવા મતોની બહુમતીથી ચૂંટણીમાં જીત દાખવી છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp