Diabetes Symptoms: પગમાં આ નિશાન દેખાય તો સાવધાન! ડાયાબિટીસનો હોઈ શકે છે સંકેત

Gujarat Tak

02 May 2024 (अपडेटेड: May 2 2024 6:19 PM)

Diabetes Symptoms: ડાયાબિટીસ (Diabetes) એ એક મેટાબોલિઝમ સાથે સંબંધિત બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે શરીર બ્લડ શુગરને (ગ્લુકોઝ) ને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકતું નથી.

Diabetes Symptoms

પગમાં આ નિશાન દેખાય તો ચેતી જજો!

follow google news

Diabetes Symptoms: ડાયાબિટીસ (Diabetes) એ એક મેટાબોલિઝમ સાથે સંબંધિત બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે શરીર બ્લડ શુગરને (ગ્લુકોઝ) ને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકતું નથી. બ્લડ શુગર એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે, અને તે ભોજન દ્વારા પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસ બે પ્રકારના હોય છેઃ ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ.

આ પણ વાંચો

ડાયાબિટીસ એક ગંભીર બિમારી છે. આ બિમારીમાં બ્લડ શુગર ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. ડાયાબિટીસના કારણે પગ તથા શરીરના અન્ય અંગોને પ્રભાવિત કરતા વિભિન્ન લક્ષણો જોવા મળી શકે છે. અહીંયા અમે તમને ડાયાબિટીસ માટે ચેતવણીરૂપ સંકેતો વિશે જાણકારી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેમના વિશે.

સોજો

કોઈપણ કારણ વગર પગમાં સોજો આવવો એ પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને પગની ઘૂંટીઓ અને પગના નીચેના ભાગમાં સોજો ચઢવો એ આ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી.

ડ્રાઈ સ્કિન

ડાયાબિટીસથી પીડિત લોકોની ત્વચા ઘણીવાર શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જો તમે તમારા પગમાં સતત ખંજવાળ અને શુષ્કતા અનુભવો છો, તો તે ડાયાબિટીસનો ઈશારો હોઈ શકે છે. 

લાલાશ 

નબળા હાડકાં અને સાંધાઓ ડેમેજ થવાને કારણે પગમાં ફ્રેક્ચર અને ડિસલોકેશન થવાનું જોખમ રહે છે. જેના કારણે પગની ત્વતા લાલ પડી જાય છે અને સોજો આવે છે. 

પગમાં છાલા

ન્યૂરોપેથી અને અયોગ્ય સર્ક્યુલેશનના કારણે પગમાં છાલા પડી શકે છે. આ ઈજાઓ ખુલ્લી હોય છે જેના કારણે આ ઈજા પર જલ્દી રૂઝ આવતા નથી અને ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. જેના ગંભીર પરિણામ સ્વરૂપે સાવધાની રાખવી જરૂરી છે. 


નોંધ- આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે. તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યની લગતી સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. 

    follow whatsapp