TATA ના આ શેરમાં તોફાની તેજી...પૈસા છ મહિનામાં થયા બમણા અને પછી એક વર્ષમાં ત્રણ ગણા!

Gujarat Tak

02 May 2024 (अपडेटेड: May 2 2024 4:31 PM)

Stock Market: રસોડાના મીઠાથી લઈને એરોપ્લેન સુધીની દરેક વસ્તુમાં ટાટાનું નામ જોવા મળે છે. દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપનો બિઝનેસ તમામ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ગ્રુપ કંપનીઓમાં સામેલ એક કંપની ટ્રેન્ટ લિમિટેડ છે, જેના શેર રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થઈ રહ્યા છે. ટાટાના આ શેરે માત્ર છ મહિનામાં રોકાણકારોના પૈસા બમણા અને એક વર્ષમાં ત્રણ ગણા કર્યા છે.

 Stock Market

રોકેટ ઝડપે ચાલી રહ્યો છે આ શેર

follow google news

Stock Market: રસોડાના મીઠાથી લઈને એરોપ્લેન સુધીની દરેક વસ્તુમાં ટાટાનું નામ જોવા મળે છે. દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપનો બિઝનેસ તમામ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ગ્રુપ કંપનીઓમાં સામેલ એક કંપની ટ્રેન્ટ લિમિટેડ છે, જેના શેર રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થઈ રહ્યા છે. ટાટાના આ શેરે માત્ર છ મહિનામાં રોકાણકારોના પૈસા બમણા અને એક વર્ષમાં ત્રણ ગણા કર્યા છે.

આ પણ વાંચો

રોકેટ ઝડપે ચાલી રહ્યો છે આ  શેર

ટાટા ગ્રુપની આ કંપની એ કંપનીઓમાં સામેલ છે જે ટાટાના નામ વગર બિઝનેસ કરી રહી છે. તે ઝૂડીઓ અને ટ્રેન્ટ હાઇપરમાર્કેટ ચલાવે છે. તે રિટેલ, ફેશન અને બ્યુટી પ્રોડક્ટ સેક્ટરમાં મજબૂત હાજરી બનાવી રહી છે. અહેવાલો અનુસાર, 232 વેસ્ટસાઇડ સ્ટોર્સ સિવાય, કંપનીના દેશભરમાં 545 ઝૂડીઓ સ્ટોર્સ છે. તેનો સ્ટોક દરરોજ જોરદાર કૂદકો મારી રહ્યો છે. ગુરુવારે પણ, ટ્રેન્ટ લિમિટેડનો શેર  3.50 ટકા અથવા રૂ. 142.30ના વધારા સાથે રૂ. 4560.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બજાર ખુલ્યું ત્યારે તે 4409.90 રૂપિયા પર ખુલ્યું હતું.

છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં આ શેરની કિંમતમાં 8 ટકાનો વધારો

જો આપણે ટાટા ટ્રેન્ટના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, રૂ. 1.62 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી આ કંપનીના શેરોએ ટૂંકા ગાળામાં તેના રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં આ શેરની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા છ મહિનામાં આ શેરમાં રોકાણ કરાયેલા નાણાંની રકમ બમણી થઈ ગઈ છે. હા, 6 મહિનામાં ટ્રેન્ટ શેરે રોકાણકારોને 108 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. 2 નવેમ્બર 2023ના રોજ એક શેરની કિંમત 2189 રૂપિયા હતી જે હવે 4560 રૂપિયા પર પહોંચી ગઈ છે.

WEATHER FORECAST: આજથી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે

છ મહિનામાં રોકાણકારોની રકમ બમણી થઈ

જ્યાં એક તરફ ટાટાના આ શેરે છ મહિનામાં રોકાણકારોની રકમ બમણી કરી છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં આ રકમ ત્રણ ગણી થઈ ગઈ છે. બરાબર એક વર્ષ પહેલા 2 મે, 2023ના રોજ ટ્રેન્ટ લિમિટેડના શેરની કિંમત 1406 રૂપિયા હતી અને હવે તે 4560 રૂપિયા થઈ ગઈ છે. આ મુજબ, શેરે તેના રોકાણકારોને એક વર્ષમાં 224.40 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે અને રૂ. 1 લાખનું રોકાણ કરનારા રોકાણકારોની રકમ વધીને રૂ. 3 લાખથી વધુ થઈ હશે.

નિષ્ણાતોએ બાય રેટિંગ આપ્યું

ટાટા ગ્રૂપના આ શેરમાં સતત થઈ રહેલા વધારાને જોઈને બજારના નિષ્ણાતો પણ તેજીમાં દેખાઈ રહ્યા છે અને આગામી સમયમાં તેમાં વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. મોતીલાલ ઓસવાલે ભવિષ્યમાં ટ્રેન્ટ લિમિટેડ માટે મજબૂત વૃદ્ધિની આગાહી કરી છે અને તેને ધ્યાનમાં રાખીને શેરના લક્ષ્યાંક ભાવમાં ફેરફાર કર્યો છે. આ સ્ટૉકને બાય રેટિંગ આપતાં, તેની નવી લક્ષ્ય કિંમત રૂપિયા 4870 નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં મજબૂત નફો મેળવ્યો હતો અને તે અનેક ગણો વધીને રૂ. 712 કરોડ થયો હતો. અગાઉના ક્વાર્ટરમાં તે રૂ. 45 કરોડ હતો.

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

    follow whatsapp