રોકાણકારો માટે 'બિગ ચાન્સ', આવી રહ્યા છે 6300 કરોડના 3 IPO; તૂટશે 20 વર્ષ જૂનો રેકોર્ડ

Gujarat Tak

05 May 2024 (अपडेटेड: May 5 2024 3:22 PM)

Share Market: જો તમે પણ શેર માર્કેટમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર, આવતા અઠવાડિયે શેર માર્કેટમાં 3 મોટા IPO આવી રહ્યા છે, જે તમને કમાણી કરાવી શકે છે.

Share Market

રોકાણકારો માટે 'બિગ ચાન્સ'

follow google news

Share Market: જો તમે પણ શેર માર્કેટમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર, આવતા અઠવાડિયે શેર માર્કેટમાં 3 મોટા IPO આવી રહ્યા છે, જે તમને કમાણી કરાવી શકે છે. આ ત્રણેય IPO મેનબોર્ડ છે. આ IPOની ઓપનિંગ 6થી 10 મે વચ્ચે થવા જઈ રહી છે. 

આ પણ વાંચો

6300 કરોડ એકત્ર કરવાનો કરશે પ્રયાસ

તમને જાણીને નવાઈ લાગશે કે આવતા અઠવાડિયે આવનારા ત્રણેય આઈપીઓ 6300 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. વર્ષ 2004 પછી આવું પહેલીવાર થઈ રહ્યું છે કે પ્રાઈમરી માર્કેટમાં મે મહિના દરમિયાન આટલા મોટા આઈપીઓ આવી રહ્યા છે.  ચાલો તમને આ IPO વિશે વિગતવાર માહિતી આપીએ.

આ 3 મોટી કંપનીઓના આવી રહ્યા છે IPO 

આધાર હાઉસિંગ ફાયનાન્સ, ટીબીઓ ટેક અને ઈન્ડિજેનના IPOની રોકાણકારો લાંબાં સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ત્રણેય કંપનીઓના IPOની ગ્રે માર્કેટ પ્રાઈસ ઘણી ઊંચી ચાલી રહી છે.

આધાર હાઉસિંગ ફાયનાન્સ

આ કંપનીનો આઈપીઓ ત્રણેય IPOમાં સૌથી મોટો છે. કંપની આઈપીઓ દ્વારા 3000 કરોડ રૂપિયા માર્કેટમાંથી એકત્ર કરવા માંગે છે. આ ઈશ્યૂ માટે બિડિંગ 8થી 10 મે સુધી ખુલ્લો રહેશે. કંપનીની પ્રાઈસ બેન્ડ 300થી 315 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આની લોટ સાઈઝ 47 ઈક્વિટી શેરની છે. IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 65 રૂપિયામાં ચાલતું હતું, જે હવે ઘટીને 50 રૂપિયા થઈ ગયું છે.

ઈન્ડિજેન

આ ડિજિટલ સર્વિસ કંપનીનો IPO 1,841.76 કરોડ રૂપિયાનો છે. આ ઈશ્યૂ માટે બિડિંગ 6 થી 8 મે સુધી ખુલ્લું રહેશે. કંપનીએ પ્રાઈસ બેન્ડ 430થી 452 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તેની લોટ સાઈઝ 33 ઈક્વિટી શેર છે. IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 230 પર ચાલી રહ્યું છે. કંપનીનો IPO 51 ટકા નફા સાથે લિસ્ટ થઈ શકે છે.

ટીબીઓ ટેક

આ ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ (TBO Tek)નો IPO 1,550.81 કરોડ રૂપિયાનો છે. આ ઈશ્યૂ માટે બિડિંગ 8થી 10 મે સુધી કરી શકાશે. કંપનીએ 875 રૂપિયાથી 920 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમારે ઓછામાં ઓછા 16 ઇક્વિટી શેર ખરીદવા પડશે. IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 400 રૂપિયા ચાલી રહ્યું છે. તેનું લિસ્ટિંગ લગભગ 40 ટકા નફા સાથે થઈ શકે છે.

નોંધઃ અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપતા નથી, કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો. 

    follow whatsapp