સત્તામાં આવ્યા તો 'સંપત્તિ વહેંચણી'નો સર્વે કરાવીશું, જાતિ મુજબ વસ્તીગણતરી બાદ રાહુલ ગાંધીનું નવું ચૂંટણી વચન

Gujarat Tak

07 Apr 2024 (अपडेटेड: Apr 7 2024 4:26 PM)

Rahul Gandhi: તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના 'જેટલી વસ્તી તેટલો હક'ના નારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે જાણવા માટે એક નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરાવશે કે દેશની મોટાભાગની સંપત્તિ પર કોનો હક છે?

Rahul Gandhi

Rahul Gandhi

follow google news

Rahul Gandhi: તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના 'જેટલી વસ્તી તેટલો હક'ના નારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે જાણવા માટે એક નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરાવશે કે દેશની મોટાભાગની સંપત્તિ પર કોનો હક છે? કોંગ્રેસનો ઢંઢેરો જાહેર કર્યા બાદ હૈદરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો પાર્ટી સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ ગણતરી ઉપરાંત સંપત્તિ સર્વેક્ષણ કરવામાં આવશે, આ અમારું વચન છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: Lok Sabha Election: ટિકિટ ન મળી તો મુમતાઝ પટેલને કોંગ્રેસે ગુજરાતમાં આપી આ મોટી જવાબદારી

રાહુલ ગાંધીએ સભામાં શું કહ્યું?

તેમણે કહ્યું, 'અમે અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતી સમુદાયમાંથી કેટલા લોકો છે તે નિર્ધારિત કરવા માટે અમે સૌપ્રથમ દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરીશું. તે પછી, સંપત્તિના સમાન વિતરણની ખાતરી કરવા માટે એક ઐતિહાસિક પગલામાં, અમે નાણાકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ હાથ ધરશું. પાર્ટી તમામ ક્ષેત્રોમાં તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે તે વાત પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે તે લોકોને તેમની યોગ્ય ભાગીદારી અપાવે.

આ પણ વાંચો: ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં: 9 એપ્રિલે કેસરિયા ઝંડા અને દંડા સાથે ગાંધીનગર કમલમ પહોંચવા રાજ શેખાવતનો હુંકાર

રાહુલ ગાંધીએ કહ્યું કે SC, ST, OBC અને લઘુમતીઓની સંખ્યા દેશની કુલ વસ્તીના 90 ટકા છે. તેમણે કહ્યું, 'પણ, તમે તેમને નોકરીમાં જોશો નહીં. સત્ય એ છે કે આ વસ્તીના 90 ટકા લોકો પાસે કોઈ હિસ્સેદારી નથી. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, '90 IAS ઓફિસર છે જેઓ દેશનું વહીવટ ચલાવે છે. પરંતુ તેમાંથી માત્ર 3 ઓબીસી, 1 આદિવાસી અને 3 દલિત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દેશની સંપત્તિ, નોકરીઓ અને અન્ય જન કલ્યાણ યોજનાઓને સમુદાયોની વસ્તી અનુસાર વહેંચવાનું કામ કરશે.

કોંગ્રેસે ન્યાયના 5 સ્તંભો પર ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો

કોંગ્રેસે શુક્રવારે ન્યાયના પાંચ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેના મેનિફેસ્ટોમાં, પાર્ટીએ દેશમાં ઓબીસીના પ્રતિનિધિત્વને મજબૂત કરવા જાતિની વસ્તી ગણતરી અને અન્ય પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં 17 લોકસભા સીટો માટે 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. તેલંગાણામાં જ્યાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે જ જગ્યાએ સોનિયા ગાંધીએ ગયા વર્ષે કોંગ્રેસની 6 ગેરંટીની જાહેરાત કરી હતી.

    follow whatsapp