સુરતમાં કોંગ્રેસના જ ઉમેદવારે કર્યું 'મેચ ફિક્સિંગ'? 'ઓપરેશન બિનહરીફ' માટે 5 સ્ટાર હોટલમાં લખાઈ હતી સ્ક્રીપ્ટ!

Gujarat Tak

24 Apr 2024 (अपडेटेड: Apr 24 2024 4:04 PM)

Surat Lok Sabha Seat: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે જીતનું ખાતું ખોલાવી દીધું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા.

Surat News

Surat News

follow google news

Surat Lok Sabha Seat: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે જીતનું ખાતું ખોલાવી દીધું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા. સુરત લોકસભા સીટ થયેલા આ ખેલમાં કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તો આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પણ અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: અમદાવાદમાં શાળાની દાદાગીરી: લેવા ગયા હતા પરિણામ અને શાળાએ પકડાવી દીધું લીવિંગ સર્ટિફિકેટ 

કોંગ્રેસના જ ઉમેદવારે કરી મેચ ફિક્સિંગ?

લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા ભાજપને મળેલી આ જીતને કોંગ્રેસે 'મેચ ફિક્સિંગ' ગણાવી દીધી છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટ્સ મજબ, સુરતમાં ભાજપના 'ઓપરેશન બિનહરીફ' માટેની સંપૂર્ણ સ્ક્રિપ્ટ એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં જ લખાઈ હતી. રિપોર્ટ મુજબ, ભાજપે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની મદદથી જ પોતાના ઉમેદવારને બિનહરીફ જીત નક્કી કરી હતી.

પ્લાન મુજબ સંબંધીને ટેકેદાર બનાવ્યા!

રિપોર્ટમાં કહેવાયું છે કે, નિલેશ કુંભાણીએ સ્ક્રીપ્ટ મુજબ, પોતાના ફોર્મમાં ટેકેદાર તરીકે પાર્ટીના કાર્યકર્તા કે કેડરના સભ્યોના બદલે પોતાના જ સંબંધીઓ અને નિકટના લોકોને રાખ્યા હતા. આટલું જ નહીં ડમી ઉમેદવારના ટેકેદારમાં પણ પોતાના ભત્રીજાને રખાવ્યો. ફોર્મ ભરતા સમયે પણ એકપણ ટેકેદાર ચૂંટણી અધિકારી સમક્ષ નહોતા લઈ જવાયા. બાદમાં ચારેય લોકોએ પોતાની સહી નકલી હોવાનું સોગંદનામું આપીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જે બાદ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું. 

આ પણ વાંચો: ભાજપ સામે મેદાનમાં ઉતર્યા રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા, કહ્યું- અમે BJP વિરુદ્ધ કરાવીશું મતદાન

5 સ્ટાર હોટલમાંથી રખાઈ રહી હતી નજર

આ સમગ્ર ઘટનાક્રમ પર ફાઈલ સ્ટાર હોટલના રૂમમાંથી નજર રાખવામાં આવી રહી હતી અને તેમાં ભાજપના નેતા પણ સામેલ હોવાનું રિપોર્ટમાં કેહવાયું છે. આ બાદ BSP, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી અને લોગ પાર્ટીના ઉમેદવારોને હોટલ બોલાવ્યા અને બાદમાં તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધા. આમ ભાજપના ઓપરેશન 'બિનહરિફ' માટે કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો હોવાનો દૈનિક ભાસ્કરના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં આ સમગ્ર ઘટનાક્રમ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણીના ઘરની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ કર્યો હતો અને તેમને 'ગદ્દાર' ગણાવી દીધા હતા. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આ ઘટનાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે. 

    follow whatsapp