ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં: 9 એપ્રિલે કેસરિયા ઝંડા અને દંડા સાથે ગાંધીનગર કમલમ પહોંચવા રાજ શેખાવતનો હુંકાર

ADVERTISEMENT

Raj Shekhavat
રાજ શેખાવતની તસવીર
social share
google news

Parshottam Rupala News: રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજકોટમાં કલેક્ટરને આવેદન આપવા મહારેલી પણ નીકળી હતી. આ વચ્ચે હવે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય કમલમને ઘેરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: 'ક્રિકેટમાં ધોનીની જેમ રાજનીતિમાં રાહુલ ગાંધી બેસ્ટ ફિનિશર છે', ચૂંટણી રેલીમાં રાજનાથ સિંહનો કટાક્ષ

સોશિયલ મીડિયા પર રાજ શેખાવતે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, કમલમ ઘેરાવ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગ્યે. નિર્ણાયક લડત માટે તમામ ક્ષત્રિયો અને અમારા સમર્થકો કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહોંચો, કમલમ ગાંધીનગર. આ સાથે જ રાજ શેખાવતે એક વીડિયો પણ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો છે, જેમાં પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન વિરુદ્ધ ન્યાય માટે કમલમ ખાતે ક્ષત્રિય સમાજના લોકોને પહોંચવા માટે રજૂઆત કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રિય મંત્રીએ દાખલ કરેલી અરજીમાં સ્પેલિંગની ભૂલ હતી! હાઈકોર્ટે 1.25 લાખનો દંડ કર્યો

કમલમ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના કમલમ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. બોટાદમાં જિલ્લા ભાજપના કાર્યાલયની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમની બહાર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT