ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીનો આપઘાતઃ એક જ દિવસમાં બે ઘટના, જુનાગઢના જવાને વાડીમાં કર્યું સ્યુસાઈડ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ જુનાગઢમાં એક પોલીસ કર્મચારીએ શાપુરગામ પાસે આવેલી વાડીમાં આપઘાત કરી લીધાની ઘટના બની છે. પોલીસ કર્મચારીના આપઘાતની વિગતો મળતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આજના જ દિવસમાં પોલીસ કર્મચારીના આપઘાતની ગુજરાતની આ બીજી ઘટના છે. આ ઉપરાંત આજે મંગળવારે સવારે છોટા ઉદેપુરમાં પણ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે માનસિક તણાવને લઈને આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.

જુનાગઢના પીટીએસમાં ફરજ બજાવતા વંથલી પોલીસ કર્મચારી બ્રિજેશભાઈ લવડિયાએ આપઘાત કરી લીધો છે. તેમણે શાપુરગામ પાસે આવેલી વાડીમાં આપઘાત કર્યો હતો. તેમની લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરતા જાણકારી મળી કે બ્રિજેશભાઈએ વાડીમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી તેમના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસની વધુ તપાસમાં આ ઘટનમાં વધુ વિગતો સામે આવશે.

Gujarat Covid19 Update: નવા 176 કેસ નોંધાયા, 1નું મોત, કુલ એક્ટીવ કેસ 916 થયા

પત્નીને સવારે જ ગામડે મોકલી દીધી પછી કર્યો આપઘાત
છોટાઉદેપુરમાં હેડ કોન્સેટબલ તરીકે પાનવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ રાઠવા નામના પોલીસ કર્મચારીએ પોતાના ગળામાં ગાળિયો નાખી આપઘાત કરી લીધો છે. છોટાઉદેપુરના રાણી બંગલા પાછળ આવેલા રાણી બંગલા કંપાઉન્ડમાં ભાડાના મકાનમાં રહેતા કલ્પેશ છોટુભાઈ રાઠવા નામના પોલીસ હે. કોન્સ્ટેબલે આપઘાત કરી લીધાની ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કલ્પેશ રાઠવા મૂળ મોટી સઢલી ગામના રહેવાસી હતા. તેમણે આપઘાત કરતા પહેલા આજે સવારે જ પત્નીને ગામડે મોકલી દીધી અને એકલતામાં આપઘાત કરી લીધો હતો. અહીં સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે છેલ્લા કેટલાક દિવસથી તે માનસીક તણાવ અનુભવતા હતા. જોકે તેઓ કઈ બાબતને લઈને ચિંતામાં રહેતા હતા તે અંગે કોઈ યોગ્ય સ્પષ્ટતા થઈ શકી નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT