મેહુલ બોઘરા કાંડ બાદ પોલીસ અને વકીલો સામ સામે, કોર્ટમાં પોલીસને ફાં-ફાં પડી જાય તેવી તૈયારી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સુરતના સરથાણામાં રહેતા અને જાગૃત નાગરીક અને એડવોકેટ મેહુલ બોધરાને ફેસબુક લાઇવ કરવા મામલે અને પોલીસની પોલ ખોલવા મામલે જીવલેણ હુમલાનો શિકાર થવું પડ્યું. પોલીસની હપ્તાવસૂલી અને ગુંડાગર્દીને ઉજાગર કરતા આ એડવોકેટને લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે જ ટીઆરબી જવાન સાજન ભરવાડે લાકડાના ફટકા વડે બેરહેમીથી જીવલેણ હુમલો કર્યો હતો. એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં સુરત જિલ્લા બાર એસોસીએશન આવ્યું છે.

એડવોકેટ મેહુલ બોધરા ઉપર હુમલો કરનાર સાજન ભરવાડ તેમજ અન્યની સામે સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સાજન ભરવાડની ધરપકડ કરી પણ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની રહેમ નજર તેના TRB જવાન પર રહી હતી. પોલીસે TRB જવાન પર સામાન્ય કલમો લગાવી હોવાથી મોડી સાંજના સમયે પાસ ના કન્વીનર સહિત વકીલ મંડળ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા આખરે સરથાણા પોલીસે 307 મુજબ ની કલમ ઉમેરી તપાસ શરૂ કરતાં મામલો થાળે પડ્યો હતો. ત્યારે મેહુલ બોઘરના સમર્થનમાં બાર એસોસિએશન આવ્યું છે.

હપ્તાખોરીની પોલ ઉઘાડનારા Mehul Boghra સામે ASIએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ મૂક્યા?

યુવા અને જાગૃત એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં સુરત બાર એસોસિએશન મેદાને આવ્યું છે. 60થી વધુ હોદેદારોએ નિર્ણય કર્યો છે કે, જિલ્લાના વકીલ મેહુલ બોઘરાના આરોપીના વકીલ તરીકે બચાવ માટે સુરત જિલ્લા વકીલ મંડળના કોઈ પણ સભ્યએ વકીલાત પત્ર ફાઇલ ન કરવા વિનંતી કરી છે. એટલે કે, કોઈ પણ વકીલ મેહુલ બોઘરાના આરોપીનો કેસ નહીં લડે.

આ પણ વાંચો

ADVERTISEMENT

mehul boghra bar

આ હતો મામલો
સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.આ ઘટનાને લઈને એડવોકેટ મેહુલ બોઘરા ગઈકાલે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝર તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

ASIએ દાખલ કરી ફરિયાદ
સુરતના ટ્રાફિક શાખામાં નોકરી કરતા ASI અરવિંદ ગામીતે એડવોકેટ મેહુલ બોઘરા પર સામી ફરિયાદ નોંધાવી છે. જેમાં મેહુલ બોઘરા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે મહિના અગાઉ ટી.આર.બીના સુપરવાઈઝર સાજનભાઈનો વીડિયો ઉતારીને રોજના 1000 લેખે રૂ.30,000 માગ્યા હતા. જેની વસૂલી માટે જ તેઓ આવ્યા હતા. આ સાથે જ એડવોકેટ પર સાજનભાઈના યુનિફોર્મના શર્ટનું ખિસ્સું ફાડવા, સોલ્ડર બેઝ તોડી નાખવાનો આરોપ મૂકાયો છે. મેહુલ બોઘરા સામેની ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળની પણ કલમો ઉમેરાઈ છે. ASI અરવિંદ ગામીતે આરોપ મૂક્યો છે કે, મેહુલ બોઘરાએ જાતિવાચક શબ્દો કહ્યા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પોલીસની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો.

ADVERTISEMENT

સુરતના બાર એસોસિએશનના નિર્ણયથી પોલીસ અને એડવોકેટ સામસામે આવે તો નવાઇ નથી. મેહુલ બોઘરા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય હોવાના કારણે આ મુદ્દો વધુ ચગ્યો હતો આ સાથે જ ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં આ મુદ્દો બનતા અરેરાટી મચી ગઈ છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT