Gujarat Weather: હવામાન વિભાગની ભરઉનાળે'માઠી' આગાહી, આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Unseasonal rain forecast: રાજ્યમાં ભરઉનાળે આજે વરસાદ માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી તરફ હવામન વિભાગની પણ એક આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
Unseasonal rain forecast: રાજ્યમાં ભરઉનાળે આજે વરસાદ માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી તરફ હવામન વિભાગની પણ એક આગાહી સામે આવી છે.
ભરઉનાળે વરસાદની 'માઠી' આગાહી
ભારે ગરમી વચ્ચે આગામી 24 કલાક સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં પણ વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી માહોલ જામી શકે છે. જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
Gujarat Weather: ભરઉનાળે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્ર ચિંતાતૂર
વહેલી સવારથી જ કમોસમી વરસાદ
આણંદમાં પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હવામાનમાં પલટો આવતાં જ જિલ્લામાં ઠંડી ફેલાઈ ગઈ હતી. ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેમદાવાદ, મહુધા તાલુકામાં વરસાદ થયો હતો. સમગ્ર જિલ્લામાં જ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય નવસારીમાં ખેરગામ વાંસદા નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT