સુરતમાં 'કાંડ' કરીને Nilesh Kumbhani ક્યાં ગાયબ થયા? ટેકેદારો પણ નથી આવ્યા સામે, હવે શું થશે

ADVERTISEMENT

Nilesh Kumbhani
શું હતો સમગ્ર મામલો?
social share
google news

Lok Sabha Elections: આ લોકસભામાં ગુજરાતની બે બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, જેમાં એક રાજકોટ બેઠક  છે અને બીજી સૂરત બેઠક છે. એક બેઠક વિરોધને લઈને તો બીજી બેઠક જબરદસ્ત પોલિટિકલ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સૂરતમાં ચૂંટણી પહેલા જ ભાજપ બિનહરીફ જીતી ગઈ છે કારણ કે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યુ હતુ. ત્યારથી નિલેશ કુંભાણી ક્યાંક ગાયબ છે. હવે નિલેષ કુંભાણીનો મામલો દિલ્હી ભારતના ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમનો ડિટેઈલ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણીપંચને મોકલવામાં આવ્યો છે.  રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલેક્ટરે રિપોર્ટ મોકલીને કેન્દ્રીય ચૂંટણીપંચને વાકેફ કર્યા છે. ઉમેદવારી પત્રમાં ખોટી સહીના કેસમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી કોઈ પગલાં લે તે પહેલા માર્ગદર્શન માગ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

    
કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી ન હોવાથી એફિડેવિટ મામલે રિટર્નિંગ ઓફિસરે કુંભાણીને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવતા તેમણે વકીલ સાથે પહોંચી સમય માંગ્યો હતો. બીજા દિવસે 9 વાગ્યા સુધીનો સમય અપાયો હતો પરંતુ આપેલ સમયમર્યાદામાં ફોર્મમાં દરખાસ્ત કરનારાઓને રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ ન કરી શક્યા. એટલે બે દિવસ સુધી ચાલે રાજકીય ડ્રામા બાદ  કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર અમાન્ય ઠરતા તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારથી નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ્દ થયું છે ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે તેમના પત્નીને પણ ખરબ નથી કે તે હાલ કયા ગાયબ છે. 

Gujarat Tak Exclusive: ગાયબ Nilesh Kumbhani ના પત્નીનો મોટો ઘડાકો, સાંભળો શું કહ્યું

આ મામલામાં કેટલી સજા થઈ શકે છે?

જોકે ઉમેદવારી  ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી કે બોગસ સહીના મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 464, 465, 468, 471, 120 (બી) મુજબ ગુનો નોંધવામાં આવે છે. જો ટેકેદારોની ખોટી સહી હશે અથવા ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હશે તો આ કલમ અંતર્ગત ગુનો બને છે. આ કલમ મુજબ બેથી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ રહેલી છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

સુરતમાં નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હતા!

નોંધનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા. સુરત લોકસભા સીટ થયેલા આ ખેલમાં કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તો આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પણ અટકળો ચાલી રહી છે.

'ચૂંટણીની ગેમ'માં હવે વીડિયો ગેમની એન્ટ્રી! BJP ઉમેદવારનો 'સુપર મારિયો' બનીને હાઈટેક ચૂંટણી પ્રચાર

    follow whatsapp

    ADVERTISEMENT