હપ્તાખોરીની પોલ ઉઘાડનારા Mehul Boghra સામે ASIએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ મૂક્યા?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: લસકાણા ખાતે કેનાલ રોડ પર એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર પોલીસકર્મી દ્વારા જીવલેણ હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એડવોકેટ મેહુલ બોઘરા સામે ટ્રાફિકના ASIએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મેહુલ બોઘરા પર એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. તથા રોજના 1000 પેટે રૂ.30000 રૂપિયાની માંગણી કરાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

મેહુલ બોઘરા પર લાંચ માગવાનો આરોપ મૂક્યો
સુરતના ટ્રાફિક શાખામાં નોકરી કરતા ASI અરવિંદ ગામીતે એડવોકેટ મેહુલ બોઘરા પર સામી ફરિયાદ નોંધાવી છે. જેમાં મેહુલ બોઘરા પર આરોપ મૂકાયો છે કે, તેમણે મહિના અગાઉ ટી.આર.બીના સુપરવાઈઝર સાજનભાઈનો વીડિયો ઉતારીને રોજના 1000 લેખે રૂ.30000 માગ્યા હતા. જેની વસૂલી માટે જ તેઓ આવ્યા હતા. આ સાથે જ એડવોકેટ પર સાજનભાઈના યુનિફોર્મના શર્ટનું ખિસ્સું ફાડવા, સોલ્ડર બેઝ તોડી નાખવાનો આરોપ મૂકાયો છે. મેહુલ બોઘરા સામેની ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળની પણ કલમો ઉમેરાઈ છે. ASI અરવિંદ ગામીતે આરોપ મૂક્યો છે કે, મેહુલ બોઘરાએ જાતિવાચક શબ્દો કહ્યા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પોલીસની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોમન ડ્રેસમાં દેખાતા TRB સુપરવાઇઝરનો યુનિફોર્મ ફાડી નાખ્યાનો આક્ષેપ
ગઈકાલે જ એડવોકેટ મેહુલ બોઘરાએ લસકાણા કેનાલ રોડ પરથી લાઈવ વીડિયો કર્યો હતો. જેમાં હુમલો કરનાર ટી.આર.બી સુપરવાઈઝર કોમન ડ્રેસમાં દેખાઈ રહ્યો છે. ત્યારે ASIએ પોતે નોંધાવેલી ફરિયાદમાં એડવોકેટ પર ટ્રાફિક સુપરવાઈઝરનો ડ્રેસ ફાડી નાખ્યો હોવાનો આક્ષેપ મૂકી રહ્યા છે. જેના પરથી પોલીસ પણ ખૂદ આ મામલે હુમલાખોરનો બચાવ કરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

સુરતના લસકાણા કેનાલ રોડ પર એડવોકેટ પર હુમલો થયો હતો
નોંધનીય છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એવામાં એડવોકેટ મેહુલ બોઘરા ગઈકાલે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝર તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT