‘2014થી એક જ પેટર્નથી પેપર લીક થાય છે, હવે પરીક્ષા પદ્ધતિ જ બદલવી જોઈએ’

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં હાલ પેપરલીક કાંડ મુદ્દો ચર્ચામાં છે. રવિવારે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2018માં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત થઈ હતી, જે આજ સુધી પૂરી થઈ શકી નથી. સરકારે હવે ફરી 100 દિવસમાં આ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. ત્યારે Gujarat Tak સાથેની વાતચીતમાં AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પદ્ધતિ જ બદલવી જોઈએ તેવી માંગ ઉઠાવી છે.

યુવરાજસિંહે આ રીતે પરીક્ષા લેવા કહ્યું
તેમણે કહ્યું, સરકારે 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. મને એ નથી સમજાતું કે 100 દિવસમાં તેઓ એવી કઈ વ્યવસ્થા લાવશે કે પેપર લીક નહીં થાય. ભૂતકાળમાંથી બોધપાઠ લીધો હોત તો આપણે આ ચર્ચા ન કરવી પડી હોત. આ વિશે બીજો વિકલ્પ છે કે પરીક્ષાના બે તબક્કા કરી દેવા જોઈએ. ગ્રામ પંચાયતની ભરતી એવી છે જેમાં તમે MCQ આપો એટલે સીધી નોકરી મળી જાય. બીજી કોઈ ટેસ્ટ નથી આવતી. તેમાં બે ચરણ કરી દેવા જોઈએ. પ્રીલિમરીનું માનો કે પેપર ફૂટ્યું પણ એને મુખ્ય પરીક્ષા આપવા બેસાડો અને તે વ્યક્તિ મુખ્ય પરીક્ષામાં પાસ થાય તો તેને સિલેક્ટ કરો.

આ પણ વાંચો: સુરતમાં લેડી ડોન ભૂરીનો ફરી આતંક, જાહેરમાં છરો લઈને રોડ પર કરી મારામારી, જુઓ CCTV

આ પણ વાંચો

ADVERTISEMENT

2014, 2018માં પણ આ જ રીતે પેપર ફૂટ્યા
પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા પ્રક્રિયા અને પરીક્ષાનું માળખું ત્રણેય વસ્તુ હવે બદલવાની જરૂર છે. કારણ કે જ્યારથી પેપર ફૂટવાની ઘટના આવી છે. 2014થી સરખી મોડસ ઓપરન્ડી છે, તે જ 2018માં LRDમાં આ જ હતી. તે વખતે તમને ખ્યાલ આવ્યો કે તેલંગાણાથી પેપર ફૂટ્યું છે. અહીં હૈદરાબાદનું નામ આપ્યું છે. હેડ ક્લાર્કમાં અમદાવાદના સૂર્યા ઓફસેટનું નામ આવ્યું હતું. હવે પ્રક્રિયા જ બદલી નાખી. સરખી મોડસ ઓપરન્ડીથી આ લોકોને લીકેજ ક્યાં છે એ ખબર પડી ગઈ છે. લીકેજ કરનારનો ખુલાસો કરવો પણ જરૂરી છે. જો સરકાર નહીં સમજે તો આ લીકેજ ચાલુ રહેશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT