સુરતમાં માતા ધાબા પર સુતી હતી અને નરાધમ પિતાએ નીચે આવીને 13 વર્ષની સાવકી દીકરીને પીંખી નાખી
Surat Crime News: સુરતના વરાછા વિસ્તારમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ 13 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવવાની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
Surat Crime News: સુરતના વરાછા વિસ્તારમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ 13 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવવાની ઘટના સામે આવી હતી. જે બાદ પત્નીએ હવસખોર પતિને ઢોર માર માર્યો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માતા ઉપર સુતી હતી ત્યારે દીકરીને પીંખી નાખી
વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ અંગે માતાએ પૂછતા છોકરીએ ગુપ્ત ભાગમાં થયેલી ઈજાઓ બતાવી હતી અને જણાવ્યું હતું કે જ્યારે માતા રાત્રે ધાબા પર સૂતી હતી ત્યારે સાવકા પિતાએ નીચે આવીને તેની સાથે અડપલા કર્યા હતા. બાજુમાં નાની બહેન અને બે સાવકા ભાઈઓ સૂતા હોવા છતાં પિંખી નાખી હતી. દીકરીની સમગ્ર વાત સાંભળીને માતા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પતિને માર માર્યો હતો.
ગુસ્સામાં પત્નીએ પતિને માર માર્યો
પત્નીના હુમલામાં નરાધમ પતિને ચહેરા પર સોજા આવી ગયા હતા. આ બાદ તે હવસખોર પતિને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધીને પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT