નવો સેટ, કરોડો થયા ખર્ચ, છતાં કેમ 2 મહિનામાં જ બંધ થવા જઈ રહ્યો છે કપિલ શર્મા શૉ?
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) નો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' (The Great Indian Kapil Show) જે ઉત્સાહ સાથે શરૂ થયો હતો, લાગે છે હવે તે ઠંડો પડી ગયો છે.
ADVERTISEMENT
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) નો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' (The Great Indian Kapil Show) જે ઉત્સાહ સાથે શરૂ થયો હતો, લાગે છે હવે તે ઠંડો પડી ગયો છે. વાસ્તવમાં નાના પડદાને છોડીને આ વખતે કપિલ શર્મા પોતાની ટીમ સાથે OTT પર શિફ્ટ થયા હતા. નેટફ્લિક્સની સાથે ડિલ સાઈન કરીને કોમેડિયને પોતાનો શૉ શરૂ કર્યો. પરંતુ માત્ર 2 મહિના બાદ સમાચાર આવી રહ્યા છે કે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' બંધ થવા જઈ રહ્યો છે.
5 એપિસોડ થઈ ચૂક્યા છે સ્ટ્રીમ
ગઈકાલે એટલે કે બીજી મેના રોજ અર્ચના પૂરણ સિંહે આ શૉ બંધ થવાની જાણકારી શેર કરી. અત્યાર સુધી આ શૉના 5 એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવી ચૂક્યા છે. આ શૉની શરૂઆત રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા સાહની સાથે કરવામાં આવી હતી. જ્યારે આમિર ખાન ગયા અઠવાડિયે શૉમાં જોવા મળ્યા હતા. હવે આ શૉ બંધ થવાના સમાચારને કારણે દર્શકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે.
દિવસેને દિવસે ઘટી રહી છે વ્યૂઅરશિપ
માનવામાં આવી રહ્યું છે કે કપિલ શર્માના શૉની વ્યૂઅરશિપ દિવસેને દિવસે ઘટી રહી છે. મેકર્સ અને શૉની ટીમને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ને ખરાબ વ્યૂઅરશિપના કારણે બંધ કરવામાં આવી રહ્યો છે, તો આ સમાચાર ખોટા છે. અર્ચના પૂરણ સિંહે પોતાની પોસ્ટમાં કેકની તસવીર પણ શેર કરી. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે સિઝન રૈપ. પરંતુ પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન અર્ચના પૂરણ સિંહે શૉ ખતમ થવાના સત્ય વિશે વાત કરી.
ADVERTISEMENT
અમે સિઝન 1 કરી પૂર્ણઃ અર્ચના
અર્ચનાએ કહ્યું- જી હાં, અમે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સિઝન 1 પૂરી કરી લીધી છે. બુધવારે અમે સિઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો. અમે શૉના સેટ પર ખૂબ જ મસ્તી અને સેલિબ્રેશન કર્યું. આ શૉની જર્ની ખૂબ જ શાનદાર છે. આ શૉ લાંબા સમય સુધી ચાલશે. અર્ચના પૂરણ સિંહની વાતથી સ્પષ્ટ છે કે શૉની પહેલી સિઝન ખતમ થઈ ગઈ છે, હવે કપિલ અને તેમની ટીન નવી સિઝન સાથે ફરી પાછા ફરશે.
ADVERTISEMENT