Budget 2023: સામાન્ય નાગરિકોને આવકમાં છૂટ સહિત આ 10 આશાઓ, આજે ખુલશે નાણામંત્રીનો પટારો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષે 2023-24નું બજેટ રજૂ કરશે. મંગળવારે રાષ્ટ્રાપતિ દ્રૌપદી મુર્મૂના પ્રસ્તાવના ભાષણ સાથે જ બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ. રાષ્ટ્રપતિ મુર્મૂએ મોદી સરકારના 8 વર્ષના કામકાજની સિદ્ધિ ગણાવી અને સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બની રહેલા ભારતના અમૃતકાળની પ્રશંસા કરી. આ બાદ આર્થિક સર્વેક્ષણ મૂકવામાં આવ્યો, જેમાં ભારતને દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બતાવવામાં આવી છે અને સાડા છ ટકાના વિકાસ દરનું અનુમાન દર્શાવાયું છે.

હવે સૌની નજર આજે રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર છે. જણાવી દઈએ કે બજેટ કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ છે. આથી લોકો જાણવા ઈચ્છે છે કે લોકસભા ચૂંટણી પહેલા આ બજેટમાં સરકાર લોકોની જિંદગીને સારી બનાવવા માટે શું ભેટ આપવા જઈ રહી છે.

આજે રજૂ થનારા બજેટમાં સામાન્ય જનતાને વધુ આશા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

1. સરકારનું આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ બજેટ છે. એવામાં મધ્યમવર્ગીય પરિવારને આશા છે કે આ વખતે નાણામંત્રી ટેક્સમાં છૂટની ભેટ આપે. આ પહેલા સરકારે વર્ષ 2020માં નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો. મોંઘવારીથી પરેશાન મીડલ ક્લાસને આવકમાં ટેક્સમાં છૂટની આશા છે. લોકોની માંગ છે કે 80cનું સ્તર વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવે.

2. આ વખતે બજેટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધારવા માટે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત પાછળ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવાની છે. આ માટે ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર સરકાર પોતાનું ફોકસ વધારી શકે છે. તેને પ્રોત્સાહન આપવા બજેટમાં જિલ્લા સ્તરે એક્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરી શકે છે. જેમાં લગભગ સાડા ચાર હજારથી 5 હજાર રૂપિયા સુધીનું ફંડ ફાળવી શકાય છે.

ADVERTISEMENT

3. જાણકારોનું માનવું છે કે ભારત જે રીતે આગામી 10 વર્ષમાં દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત બનવાની ક્ષમતા રાખે છે, તેને જોતા સરકાર અર્થવ્યવસ્થાને વધારવા માટે દરેક સેક્ટર પર ધ્યાન આપવું પડશે. આ સાથે સરકાર આ બજેટમાં ‘મેક ઈન ઈન્ડિયા’ પર પણ ફોકસ કરી રહી છે. આ માટે દરેક જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ઓડીઓપી હેઠળ એક્સપોર્ટ હબ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની તૈયારી 50 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટથી શરૂ થશે. આગળ, આવા 750 ક્લસ્ટર બનાવવામાં આવશે. આ માટે સરકાર લોજિસ્ટિક્સ અને મલ્ટી મોડલ કનેક્ટિવિટી બનાવશે.

ADVERTISEMENT

4. ઉત્તર પ્રદેશ સરકારે જાન્યુઆરી 2018માં ODOPની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ જિલ્લાઓમાં પરંપરાગત કારીગરો અને સાહસિકોને પ્રોત્સાહન આપવાનો હતો. બાદમાં, આ યોજનાની સફળતા જોઈને, કેન્દ્ર સરકારે પણ આ યોજનાને અપનાવી અને આજે આ યોજના દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 707 જિલ્લાઓમાં પહોંચાડવામાં આવી છે. આવી સ્થિતિમાં, અપેક્ષા છે કે બજેટ પછી આ યોજના નવી છલાંગ લગાવી શકે છે.

5. વિશ્વના ઘણા દેશોની તુલનામાં ભારતમાં સારવાર ખૂબ સસ્તી છે, જેના કારણે અહીં મેડિકલ ટુરિઝમ પણ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ ભારતીયોની સરેરાશ આવક પ્રમાણે અહીં સારવાર કરાવવી ખૂબ જ મોંઘી છે, તેથી સરકારની આયુષ્માન ભારત યોજનાથી લઈને આરોગ્ય વીમો સારવારને સસ્તી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે.

એક સર્વે મુજબ ભારતીયો સ્વાસ્થ્ય વીમો લેવામાં ઘણા પાછળ છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર 41 ટકા પરિવારો પાસે જ સ્વાસ્થ્ય વીમો છે. 59 ટકા લોકો સ્વાસ્થ્ય વીમા વિના સારવાર લઈ રહ્યા છે. તે જ સમયે, NFHS-5ના ડેટામાંથી એક રસપ્રદ માહિતી બહાર આવી છે કે શહેરી ભારતીયો કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો તેમના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર છે એટલે કે જ્યાં શહેરોમાં માત્ર 38.1 ટકા લોકો પાસે સ્વાસ્થ્ય વીમો છે. તેની સામે ગ્રામીણ વસ્તીના 42.4 ટકા લોકો સ્વાસ્થ્ય વીમો ધરાવે છે.

6. નિષ્ણાતો એવું પણ માને છે કે ભારતમાં સરકારે સ્વાસ્થ્ય વીમાનો પ્રવેશ વધારવા માટે આ વર્ષના બજેટમાં કેટલાક પ્રોત્સાહનોની જાહેરાત કરવી જોઈએ. તે પણ રાહતની વાત છે કે છેલ્લા 5 વર્ષમાં સ્વાસ્થ્ય વીમાની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. પરંતુ સૌથી મોટું કારણ એ છે કે આ વધારો સરકારી યોજનાઓ દ્વારા આપવામાં આવતા મફત સ્વાસ્થ્ય વીમાને કારણે થયો છે. જો આપણે રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં 87.8 ટકા પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય આરોગ્ય વીમો ધરાવે છે. જ્યારે બિહારમાં માત્ર 14.6 ટકા પરિવારો પાસે સ્વાસ્થ્ય વીમો છે.

7. કોવિડ-19 રોગચાળા દરમિયાન પડેલા ફટકાથી ઓટો સેક્ટરને હજુ સુધી સંપુર્ણપણે બહાર આવી શક્યું નથી. તાજેતરમાં માંગમાં વધારાને કારણે આઉટલૂકમાં થોડો સુધારો જોવા મળ્યો છે. તેમજ સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂક્યો છે. સરકાર લોકોમાં ઈલેક્ટ્રિક વાહનોની સ્વીકૃતિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વધતી જતી ઈનપુટ કોસ્ટને કારણે ઈલેક્ટ્રીક વાહનો લોકો માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, જ્યારે બેટરી અને EV સાથે સંબંધિત અન્ય ઘટકોની કિંમતો ઘટશે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો પરવડે તેવા હશે. EVs માટે રજૂ કરવામાં આવેલી FAME નીતિ માર્ચ 2024 સુધી લાગુ છે. હાલમાં EVs પર લગભગ પાંચ ટકા GST છે, પરંતુ તેના ઘટકો પર GST 18 થી 28 ટકા છે. જીએસટીમાં ઘટાડાથી વાહનોની કિંમતમાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં સૌની નજર EVs વિશે બજેટમાં થનારી જાહેરાતો પર રહેશે.

8. સામાજિક સેવાઓ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે આ બજેટમાં સરકારે વીમાની સાથે સાથે મહિલાઓ અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ કેટલીક પહેલ કરવી જોઈએ. જો કે, કોરોના કાળમાં જે રીતે સ્વાસ્થ્ય જાગૃતિ વધી છે અને આરોગ્ય વીમો એ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે તે જોતાં સરકારી યોજનાઓ અને પ્રોત્સાહનો દ્વારા વધુને વધુ લોકો આરોગ્ય વીમો લે તે માટે પ્રેરિત થવું જરૂરી છે.

9. દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન બનાવવા માટે સરકારનું ધ્યાન ફિસ્કલ ડેફિસીટ ઘટાડવા પર કેન્દ્રિત કરશે. કારણ કે તેના વિના 5 ટ્રિલિયન અર્થતંત્રની રાહ પૂરી નહીં થઈ શકે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. સબસિડી અને તમામ કલ્યાણકારી યોજનાઓને કારણે સરકારની તિજોરી પર બોજ વધ્યો છે.

10. આ સમયે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી નોંધાઈ રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોને લઈને આક્રમક છે. રિઝર્વ બેંકે પણ આ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં સતત વધારો કર્યો છે. તેથી, સરકાર ઘટતા વપરાશને વધારવા પર ધ્યાન આપવાનું ચાલુ રાખશે. તે જ સમયે, મંદીના પગલે કંપનીઓમાં છટણી જોવા મળશે. વધતી જતી મોંઘવારીના કારણે લોકોનું જીવન ધોરણ નીચે જઈ રહ્યું છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT