Asia Cup 2023 News: કોલંબોમાં વરસાદ બન્યો વિલન, નિર્ધારિત સમયપર શરૂ ના થઈ શકી મેચ
IND Vs PAK Asia Cup 2023: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ વરસાદના પગલે રિઝર્વ ડેમાં જઈ ચુકી છે. મૂશળધાર વરસાદને પગલે 10 સપ્ટેમ્બરે ભારતીય મેચમાં…
ADVERTISEMENT
IND Vs PAK Asia Cup 2023: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ વરસાદના પગલે રિઝર્વ ડેમાં જઈ ચુકી છે. મૂશળધાર વરસાદને પગલે 10 સપ્ટેમ્બરે ભારતીય મેચમાં ફક્ત 24.1 ઓવરની મેચ થઈ. ભારત આજે 2 વિકેટ પર 147 રનના સ્કોરથી આગળ રમવા ઉતરી રહ્યું છે.
વરસાદ પછી એમ્પાયરની ચકાસણી
ભારતને રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાઈ હતી. રોહિતે 49 બોલ પર તાબડતોબ 56 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન 4 છક્કા અને 6 ચોક્કા લગાવી દીધા હતા. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હવે બાકી ઓવર્સમાં ભારતીય બેટ્સમેનથી ધમાકેદાર ખેલની આશા છે. ચાર વાગ્યાની આસપાસ વરસાદ પડતો બંધ થયો ત્યારે કવર્સ હટાવવામાં આવ્યા હતા. જે પછી અમ્પાયર ત્યાં આવીને ચકાસણી કરવા લાગ્યા હતા. મેદાન હવે ઘણું સુકુ નજરે પડી રહ્યું હતું. જાડેજા અને મો. સિરાજ તથા બાબર આઝમ પણ બહાર જ હતા.
વરસાદ બંધ થયા બાદ ભારતીય ટીમ રિઝર્વ ડેમાં આ સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. હાલ ભારતીય ટીમ માટે કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે અને વિરાટ કોહલી 8 રન બનાવીને અણનમ છે. જ્યારે શુભમન ગીલે 58 રન અને કેપ્ટન રોહિત શર્માએ 56 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
જો મેચ પૂર્ણ ન થાય તો શું થશે?
પરંતુ કોલંબોના હવામાનને જોતા ચાહકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે જો આ મેચ વરસાદના કારણે રિઝર્વ ડે પર શરૂ નહીં થાય તો શું થશે? જવાબ છે કે જો રિઝર્વ ડે પર પણ મેચ નહીં રમાય તો મેચ રદ્દ થઈ જશે. આવી સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.
નિયમો અનુસાર, વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મેચનું પરિણામ મેળવવા માટે, બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. એટલે કે રિઝર્વ ડે પર મેચનું પરિણામ મેળવવા માટે પાકિસ્તાનને ઓછામાં ઓછી 20 ઓવર નાખવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પછી જ ડકવર્થ લુઈસના નિયમમાંથી પરિણામ મેળવી શકાશે. જો પાકિસ્તાની ટીમ 20 ઓવર પણ રમી શકતી નથી તો મેચ રદ્દ ગણવામાં આવશે.
ADVERTISEMENT
ભારતીય ટીમે આગામી બે મેચ જીતવી પડશે
જો મેચ રદ્દ થશે તો એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો નસીબ ખરાબ હોય તો ટીમને બહાર થવું પડી શકે છે. પાકિસ્તાન બાદ ભારતીય ટીમે વધુ બે મેચ રમવાની છે. આ મેચો શ્રીલંકા (12 સપ્ટેમ્બર) અને બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે છે.
ADVERTISEMENT
જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે. જો પાકિસ્તાન સાથેની મેચ રદ થાય છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવા માટે તેની આગામી બંને મેચ જીતવી પડશે. જો અમે એક પણ મેચ હારીશું તો મુશ્કેલી આવી શકે છે. ચાલો જાણીએ તેનું સમગ્ર સમીકરણ….
ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થાય તો સમીકરણ
– જો શ્રીલંકા તેની બંને મેચ જીતે છે અને ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવશે તો પાકિસ્તાન અને ભારતના સમાન 3 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં નેટ રન રેટ જોવા મળશે. વર્તમાન પરિસ્થિતિ મુજબ પાકિસ્તાન હજુ પણ ભારત કરતા આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બહાર થઈ શકે છે.
– જો શ્રીલંકા ભારતીય ટીમ સામે જીતે અને આગામી મેચમાં પાકિસ્તાન સામે હારે. ભારતીય ટીમ બાંગ્લાદેશમાંથી પણ જીતે છે. ત્યારબાદ પાકિસ્તાન 5 પોઈન્ટ સાથે અને શ્રીલંકા 4 પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ભારતીય ટીમ 3 પોઈન્ટ સાથે બહાર થઈ જશે.
‘ભારત જઈ રહેલા ટ્રકને પાકિસ્તાની સેનાએ આગ લગાવી દીધી’, બોર્ડર પર તણાવ વચ્ચે તાલિબાને PAKને ચેતાવ્યું
સુપર-4નું પોઈન્ટ ટેબલ (જો ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થાય તો)
પાકિસ્તાન – 2 મેચ – 3 પોઈન્ટ
શ્રીલંકા – 1 મેચ – 2 પોઈન્ટ
ભારત – 1 મેચ – 1 પોઈન્ટ
બાંગ્લાદેશ – 2 મેચ – 0 પોઈન્ટ
જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ થશે તો શું થશે?
પાકિસ્તાન (11 સપ્ટેમ્બર) અને શ્રીલંકા (12 સપ્ટેમ્બર) સામેની બંને મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પણ શું ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકશે? જવાબ છે- હા, ભારતીય ટીમ હજુ પણ ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ આ સ્થિતિમાં પણ બે સમીકરણો રચાઈ રહ્યા છે. ચાલો જાણીએ તેમના વિશે…
– પાકિસ્તાન અને શ્રીલંકા સાથેની મેચ રદ્દ થયા બાદ જો ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવશે તો તેને 4 પોઈન્ટ મળશે. આ પછી, પાકિસ્તાન અને શ્રીલંકા મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે, આ સ્થિતિમાં ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનના 4-4 પોઈન્ટ સમાન હશે. પછી નેટ રન રેટ જોવામાં આવશે. ત્યારે પાકિસ્તાનની એન્ટ્રી નિશ્ચિત છે. પરંતુ શ્રીલંકાને પાછળ છોડવા માટે ભારતે બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.
– પાકિસ્તાન અને શ્રીલંકા સાથેની મેચ રદ્દ થયા બાદ જો ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવશે તો તેને 4 પોઈન્ટ મળશે. આ પછી જો પાકિસ્તાન અને શ્રીલંકા મેચનું પરિણામ જાણવા મળે તો વિજેતા ટીમ 5 પોઈન્ટ સાથે અને ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચશે. જ્યારે હારનાર ટીમ માત્ર 3 પોઈન્ટ્સ સાથે રહી જશે.
ADVERTISEMENT