IPL વચ્ચે દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, કેપ્ટન ઋષભ પંત સસ્પેન્ડ; જાણો કારણ

ADVERTISEMENT

Rishabh Pant Banned
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો
social share
google news

Rishabh Pant Banned For One IPL 2024 Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્લો ઓવર-રેટના કારણે એક મેચ માટે ઋષભ પંત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, સાથે જ પંતને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

ઋષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને  IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, ઋષભ પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 56મી મેચ દરમિયાન સ્લો એવર રેટથી બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.

સ્લો ઓવર રેટના કારણે કાર્યવાહી

વાસ્તવમાં, ઋષભ પંતે મિનિમમ ઓવર રેટ સાથે સંબંધિત ઓફેન્સ હેઠળ આઈપીએલના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો ત્રીજો ગુનો હતો, તેથી ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક મેચ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા, જે પણ ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

ADVERTISEMENT

શું કહે છે નિયમો?

IPLની સ્લો ઓવર રેટ સાથે સંબંધિત આચારસંહિતા હેઠળ જો કોઈ ટીમના કેપ્ટન પહેલીવાર ગુનો કરે છે, તો તેમને  12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત આ ભૂલ થાય છે, તો કેપ્ટનને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

દિલ્હીએ 12માંથી 6 મેચો જીતી

દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં યથાવત છે. દિલ્હીની ટીમે અત્યાર સુધી 12 મેચમાં 6 જીત નોંધાવી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જો દિલ્હીને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય તો તેને બાકીની બંને મેચ જીતવી પડશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT