SRH સામે હાર બાદ LSGના માલિકે કે.એલ રાહુલને ખખડાવ્યો? વાતચીતનો વીડિયો જોઈને ફેન્સ ભડક્યા

ADVERTISEMENT

KL Rahul
KL Rahul
social share
google news

Sanjiv Goenka angry on KL Rahul IPL 2024 Video: 8 મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની મેચ નંબર 57 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (SRH) વચ્ચે ટક્કર થઈ હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં લખનૌને 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને 58 બોલમાં 166 રનનો રેકોર્ડબ્રેક ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે મેન્સ T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો દસ ઓવરનો સ્કોર છે.

મેચ બાદ LSGના માલિક ગુસ્સામાં

આ મેચમાં હાર બાદ કેએલ રાહુલ અને લખનૌ ટીમના માલિક સંજીવ ગોયન્કા વચ્ચેનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે કેએલ રાહુલ પર ઘણા ગુસ્સે જોવા મળ્યા હતા. આ વીડિયો જોયા બાદ ક્રિકેટ ફેન્સ પણ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે ગોએન્કાના વર્તન પર સવાલો ઉઠાવ્યા હતા.

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટે હાર્યા બાદ કે.એલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોયન્કા સામે સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. વિડિયો જોતી વખતે, કોમેન્ટેટર્સ પણ એવું બોલ્યા કે આવી વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ. રાહુલ સાથેની વાતચીતમાં ગોએન્કા ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

સંજીવ ગોએન્કા-કે.એલ રાહુલના વીડિયોથી ફેન્સ નારાજ

વીડિયો વાયરલ થતાની સાથે જ ઘણા ક્રિકેટ ચાહકો અને યૂઝર્સે કહ્યું કે હાર બાદ મેદાન પર સંજીવ ગોએન્કાએ આ રીતે વાત કરવી ખોટી હતી. એકંદરે, જે વિડીયો સામે આવ્યા છે તે ક્રિકેટ ફેન્સને નિરાશ કરનારા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો જોયો અને કહ્યું કે ગોએન્કાએ જે કર્યું તે યોગ્ય નથી. સંજીવ ગોયન્કાનો ગુસ્સો માત્ર કેએલ રાહુલ પૂરતો સીમિત ન હતો, પરંતુ તેમનો ગુસ્સો ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર પર પણ ફાટી નીકળ્યો હતો.

રાહુલે કર્યા અભિષેક-હેડના વખાણ

હૈદરાબાદ (ઉપલ)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રન ચેઝ દરમિયાન હેડ અને અભિષેક વચ્ચે મોટી પાર્ટનરશીપ થઈ હતી. ખાસ વાત એ હતી કે મેચ બાદ એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે પોતે 'ટ્રેવિષેક' (ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા)ના વખાણ કર્યા હતા.

ADVERTISEMENT

બંનેમાંથી અભિષેક શર્માએ 28 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા, તેનો સ્ટ્રાઈક રેટ 267.85 હતો. જ્યારે ટ્રેવિસ હેડે જ્યાં 30 બોલમાં 89 રન બનાવ્યા હતા. હેડની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. આ સમય દરમિયાન ટ્રેવિસ હેડનો સ્ટ્રાઈક રેટ 296.66 હતો.

ADVERTISEMENT

કેએલ રાહુલે કહ્યું કે, તેણે ટીવી પર આવી બેટિંગ જોઈ છે

હેડ અને અભિષેકે 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જે પુરુષોની T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો દસ ઓવરનો સ્કોર છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ પણ વિશ્વાસ કરી શક્યો નહીં કે તેની સાથે શું થયું. બંનેની બેટિંગ જોઈને કેએલ રાહુલ આશ્ચર્યચકિત થઈ ગયો, તેણે મેચ બાદ કહ્યું- મારી પાસે શબ્દો નથી. અમે ટીવી પર આ પ્રકારની બેટિંગ જોઈ છે, એકવાર તમે હારવાનું શરૂ કરો છો, પછી તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો શંકાસ્પદ બની જાય છે. અમારા 40-50 રન ઓછા પડ્યા. જ્યારે અમે પાવરપ્લેમાં વિકેટ ગુમાવી હતી, ત્યારે અમે કોઈ રનની ગતિ મેળવી શક્યા ન હતા. આયુષ અને નિકી (નિકોલસ પુરન)એ સારી બેટિંગ કરી અને અમને 166 રન સુધી પહોંચાડ્યા. જો અમને 240 રન મળ્યા હોત તો પણ તેઓ તેનો પીછો કરી શક્યા હોત.


 

    follow whatsapp

    ADVERTISEMENT