IPLમાં ઘમસાણ: રોમાંચક પ્લેઓફમાં આ અઠવાડિયે કોણ કરશે એન્ટ્રી? બે દમદાર ટીમ વચ્ચે ખરાખરીની ટક્કર

ADVERTISEMENT

IPL 2024 Playoffs Scenario
જાણો પ્લેઓફ માટે હવે કેવા છે સમીકરણ?
social share
google news

IPL 2024 Playoffs Scenario: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં બુધવાર (8 મે) સુધી કુલ 57 મેચ રમાઈ છે. પરંતુ હજુ સુધી આ સિઝનની પ્રથમ પ્લેઓફ ટીમ મળી નથી. ચાહકો હજુ પણ પ્રથમ પ્લેઓફ ટીમની રાહ જોઈ રહ્યા છે, જે પૂર્ણ થવામાં હજુ થોડા દિવસો લાગશે. હાલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને રાજસ્થાન રોયલ્સ (RR) બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં બંને ટીમે 11 મેચ રમી છે, જેમાંથી 8માં તેણે જીત મેળવી છે. આ રીતે બંને ટીમોના સમાન 16 પોઈન્ટ છે.

રાજસ્થાને પ્લેઓફમાં પહોંચવાની 2 તક ગુમાવી

બંને ટીમની પ્લેઓફની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે. જો કે, રાજસ્થાન તેના પહેલા 9 મેચ બાદ 16 પોઈન્ટ પર પહોંચી ગયું હતું. પરંતુ તે તેની છેલ્લી સતત બે મેચ હારી ગયો હતો. જો રાજસ્થાન આ છેલ્લી બે મેચમાંથી એક પણ જીતી લે તો તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની શકી હોત. પરંતુ હવે લાગે છે કે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કોલકાતાની ટીમ પહેલા પ્લેઓફની ટિકિટ પાક્કી કરી શકે છે.

KKR પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે?

કોલકાતાની ટીમે તેની આગામી મેચ 11મી મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમવાની છે. KKR પણ આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર રમશે. આવી સ્થિતિમાં તેની જીતવાની શક્યતાઓ પણ વધારે છે. જો KKR આ મેચ જીતે છે, તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે અને આ સિઝનમાં આવું કરનાર પ્રથમ ટીમ પણ બની જશે. 12મી મેના રોજ રાજસ્થાનની ટીમ તેની 12મી મેચ રમશે.  આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાશે. આવી સ્થિતિમાં સંજુ માટે આ મેચ જીતવી થોડી મુશ્કેલ બની શકે છે. જો રાજસ્થાન આ મેચ જીતી જાય તો પણ પ્લેઓફમાં પહોંચનારી KKR પછી તે બીજી ટીમ બની જશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ટોચ પર રહેવાની લડાઈ પ્લેઓફ કરતાં વધુ રસપ્રદ

જો KKR ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારે છે તો રાજસ્થાન આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની શકે છે. જો કે, અત્યાર સુધી આપણે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ વિશે વાત કરી રહ્યા છીએ. પરંતુ તેના કરતા વિશેષ શું હશે કે ટોચ પર રહીને પ્લેઓફમાં પહોંચવું. આ માટે પણ રાજસ્થાન અને કોલકાતા વચ્ચે ટક્કર રહેશે. જો આપણે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, KKR પ્રથમ સ્થાન પર રહી શકે છે કારણ કે તેની નેટ રન રેટ 1.453 રાજસ્થાન સહિત અન્ય તમામ ટીમોની તુલનામાં શ્રેષ્ઠ છે. જ્યારે બીજા ક્રમે રહેલા રાજસ્થાનની નેટ રન રેટ 0.476 છે.

'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય', કહેવતનો સાચો અર્થ Rajkot ના આ દીકરાએ સિદ્ધ કરી બતાવ્યો

ત્રીજા અને ચોથા સ્થાન માટે આ 4 ટીમો વચ્ચે જંગ

KKR અને રાજસ્થાન પછી, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટેબલમાં ત્રીજા સ્થાને છે, જેના 12 મેચમાં 14 પોઈન્ટ છે. ચોથો નંબર ચેન્નાઈની ટીમનો છે. તેના 11 મેચમાં 12 પોઈન્ટ છે. તેમના પછી, દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. આ બંનેના 12 મેચમાં 12 પોઈન્ટ સમાન છે. પ્લેઓફમાં ત્રીજા અને ચોથા સ્થાન માટે આ ચાર ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), પંજાબ કિંગ્સ (PBKS), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT)ના સમાન 8-8 પોઈન્ટ છે. હૈદરાબાદની જીત સાથે મુંબઈ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે. જ્યારે બાકીની ત્રણ ટીમો માટે પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી છે. માત્ર ચમત્કાર જ આમાંથી એક ટીમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT