Gujarat Board Topper Sujal Devani: 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય', કહેવતનો સાચો અર્થ રાજકોટના આ દીકરાએ સિદ્ધ કરી બતાવ્યો
'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય', આજે બોર્ડના પરિણામ જાહેર થયા તેમાં રાજકોટના સુજલ દેવાણીએ આ વાત સાબિત કરી બતાવી છે. રાજકોટના સુજલ દેવાણીએ રોજ માત્ર ત્રણ કલાકની મહેનત કરી ધો. 12માં 98.77 પર્સેન્ટલાઈલ અને 90 ટકા મેળવ્યા છે.
ADVERTISEMENT
GSEB HSC Results: કહેવાય છે ને તમે કરેલી મહેનતનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય જ છે. ક્યાંકને ક્યાંક સફળતા સુધી પહોંચવામાં લોકો અથાક મહેનત કરતાં હોય છે. એટલા માટે જ ગુજરાતીમાં એક કહેવત છે ને કે, સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. આજે બોર્ડના પરિણામ જાહેર થયા તેમાં રાજકોટના સુજલ દેવાણીએ આ વાત સાબિત કરી બતાવી છે. રાજકોટના સુજલ દેવાણીએ રોજ માત્ર ત્રણ કલાકની મહેનત કરી ધો. 12માં 98.77 પર્સેન્ટલાઈલ અને 90 ટકા મેળવ્યા છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
ચાલો આજે સફળતા પહેલાના સુજલના સંઘર્ષની વાત કરીએ, તેમના પિતા મનીષભાઈ દેવાણી રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે. ફૂટપાથ પર નાનકડી રેંકડી ચલાવતા તેમના પિતાની આર્થિક સ્થિતિની અંદાજ આપણે તેના પરથી જ લગાવી શકાય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ મનીષભાઈ અને તેમના પરિવારે સુજલને મહેનત કરવામાં કોઈ કચાશ આવવા દીધી નથી. સુજલે પણ પોતાની સફળતા બાદ તેમના પરિવારનો આભાર માણ્યો હતો અને કહ્યું કે, 'મારા માતા-પિતાએ ભણવા માટે મને અલગ રૂમની વ્યવસ્થા કરી આપી છે. હું રોજ શાળામાં છ કલાક ધ્યાન આપતો અને ઘરે રોજ માત્ર 3 કલાક જ અભ્યાસ કરતો હતો.' આમ સતત મહેનત અને વાંચના આધારે આજે સુજલની સફળતા સમગ્ર રાજ્યભરમાં ચર્ચાય રહી છે.
મહેનતનું ફળ, ગુજકેટમાં ટોપ : અમદાવાદના હર્ષ ધ્રુવે 120માંથી 120 માર્ક્સ મેળવ્યા
પિતાએ ગર્વ અનુભવ્યો
સુજલના પિતા રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ ખાણીપીણીની રેંકડી લઈને ઊભા રહે છે. આજે પુત્રએ 90 ટકા મેળવતા આખા દેવાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુજલના પિતા મનીષભાઈનું કહેવું છે કે,'અમારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી. પરંતુ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે, તે માટે અમે ખૂબ મહેનત કરી છે. તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ. સુજલની સફળતા પાછળ તેની મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે.'
ADVERTISEMENT
યુપીએસસી પાસ કરવાનું સપનું
જો સુજલની વાત કરવામાં આવે તો તે ભવિષ્યમાં દેશની સૌથી અઘરી પરીક્ષામાંની એક યુપીએસસી પાસ કરવા માંગે છે. સુજલ યુપીએસસીની અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને આઈએએસ બની દેશસેવા કરવા ઈચ્છી રહ્યો છે. સુજલ સંઘર્ષની જ્વાળામાં તપીને સોળે કળામાં ખીલી બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બન્યો છે.
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ મારી બાજી
ADVERTISEMENT
સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાએ મારી બાજી
ADVERTISEMENT
ADVERTISEMENT