KL Rahul ના સપોર્ટમાં ઉતર્યો Gujarat Titansનો આ સ્ટાર ખેલાડી, LSGના માલિકને આપ્યો સણસણતો જવાબ

ADVERTISEMENT

KL Rahul
KL Rahul
social share
google news

KL Rahul and Sanjiv Goenka Controversy: લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા જાહેરમાં કે.એલ રાહુલ પર ગુસ્સો કરવા બદલ ચર્ચામાં આવ્યા છે. હવે ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પણ લખનૌના માલિક પર પ્રહારો કર્યા છે. તેણે એક શોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમણે ડ્રેસિંગ રૂમ અથવા ટીમ હોટલમાં આવું કહેવું જોઈતું હતું. મેદાનમાં આવું કરીને તેમણે લાલ કિલ્લા પર ધ્વજ નથી ફરકાવ્યો. શમીએ કહ્યું કે, રમતગમતમાં આ પ્રકારની પ્રતિક્રિયા માટે કોઈ સ્થાન નથી.

સંજીવ ગોએન્કાને શમીએ આપ્યો જવાબ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લખનૌની દસ વિકેટે હાર બાદ, સંજીવ ગોએન્કાએ મેદાન પર જ લખનૌના કેપ્ટન રાહુલ પર વરસી પડ્યા હતા. ક્રિકબઝ સાથે વાત કરતી વખતે શમીએ કહ્યું-

કરોડો લોકો તમને જોઈ રહ્યા છે અને તમારી પાસેથી શીખી રહ્યા છે. જો આ વસ્તુઓ કેમેરાની સામે થાય અને સ્ક્રીન પર આવી પ્રતિક્રિયાઓ જોવા મળે તો તે શરમજનક છે. તમે કેવી રીતે વાત કરો છો તેની એક મર્યાદા હોવી જોઈએ, આ મેસેજ ખૂબ જ ખોટો જાય છે.

કેએલ રાહુલ સામાન્ય ખેલાડી નથી

ઈજાના કારણે આઈપીએલ 2024 ન રમી રહેલા શમીનું કહેવું છે કે ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવે છે અને કેએલ રાહુલ કોઈ સામાન્ય ખેલાડી નથી, પરંતુ કેપ્ટન છે. 

ADVERTISEMENT

તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેલાડીઓનું સન્માન થાય છે અને માલિક તરીકે તમે પણ આદરણીય વ્યક્તિ છો. જો આ કરવું જ હતું તો ઘણા રસ્તાઓ છે. તમે આ ડ્રેસિંગ રૂમ અથવા ટીમ હોટલમાં કરી શક્યા હોત. મેદાન પર આવું કરવું જરૂરી નહોતું. આવી પ્રતિક્રિયા આપીને તમે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો નથી. તે કેપ્ટન છે, સામાન્ય ખેલાડી નથી.

શમીનું કહેવું છે કે આ એક ટીમ ગેમ છે જો સ્ટ્રેટેજી કામ ન કરે તો તે મોટી વાત નથી. રમતમાં કંઈપણ થઈ શકે છે. તેણે કહ્યું કે રમતમાં સારા અને ખરાબ દિવસો હોય છે અને દરેક ખેલાડીનું સન્માન કરવામાં આવે છે અને લખનૌના માલિકે જે રીતે વાત કરી રમતમાં તેની કોઈ જગ્યા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT