કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ હેક, દેશના ડોક્ટર્સ- મેડિકલ સ્ટાફની માહિતી લીક થયાનો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય વિભાગની વેબસાઇટ ગુરૂવારે હેક થઇ ગઇ હતી. આ હેકિંગનો આરોપ રશિયાના હેકર ગ્રુપ પર લાગી રહ્યો છે. જો કે મિનિસ્ટ્રી દ્વારા તત્કાલ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને વેબસાઇટની તપાસ માટે આદેશ આપ્યા હતા. ક્લાઉડ એક્સના સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોનો દાવો હતો કે, રશિયન હેકર્સના ગ્રુપ ફીનિક્સ દ્વારા હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટને હેક કરી લેવામાં આવી હતી. જેના થકી આ હેક્સ દ્વારા દેશની તમામ હોસ્પિટલના કર્મચારીઓ અને મુખ્ય તબીબોને ડેટાની ચોરી કરી લીધી છે. એટલે કે હવે દેશના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વિભાગ સાથે જોડાયેલા લોકોની જેટલી માહિતી સરકાર પાસે હતી તે તમામ હવે આ હેકર્સ પાસે પણ છે.

મંત્રાલયના સુત્રો અનુસાર તત્કાલ તપાસ માટે આદેશ અપાયા
મંત્રાલયના એક સુત્રએ નામ નહી આપવાની શરતે જણાવ્યું કે, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને (CERT-In) તત્કાલ ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. ઉપરાંત 36 કલાકની અંદર અહેવાલ રજુ કરવા માટે પણ આદેશ આપ્યો છે. CERT-In ભારત સરકારના ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. જેનું મુખ્ય કામ હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર સુરક્ષાના જોખમોની સામે લડવાની છે. આ સંસ્થા ભારતીય ઇન્ટરનેટ ડોમેઇનને સુરક્ષા પુરી પાડે છે.કોઇ પણ પ્રકારના હેકિંગને નિવારવાના પ્રયાસો કરે છે.

રશિયા-ભારત વચ્ચે ડીલમાં થયેલી ઢીલ બાદ હુમલો
CLOUD SEK ના એક અહેવાલ અનુસાર, આ ગ્રુપ દ્વારા સાયબર હુમલો કર્યો તેની પાછળનું કારણ ઓઇલ પ્રાઇસ કેપ અંગે ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે G20 સમિટમાં પ્રતિબંધોને ધ્યાને રાખીને કર્યો છે. આવું કરવા પાછળના કારણે રશિયન ફેડરેશન પર લદાયેલા પ્રતિબંધો છે. અત્રે નોંધનીય છે કે, ભારત દ્વારા પ્રતિબંધોનું ઉલ્લંઘન નહી કરવા અને G7 દેશોએ નક્કી કરેલી કિંમતે જ રશિયન ક્રુડ ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

2022 થી સક્રિય આ ગ્રુપ અમેરિકાને પણ પરેશાન કરી ચુક્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ફોનિક્સ નામનું આ હેકર ગ્રુપ 2022થી જ સક્રિય છે. તે અનેક ખતરનાક હેકિંગ કરી ચુક્યું છે. ફિશિંગ, હેકિંગ જેવી અનેક બિનકાયદેસર પ્રવૃતિમાં આ ગ્રુપનું નામ ઉછળતું રહે છે. જાપાન અને યુકેમાં હોસ્પિટલોના ડેટાની ચોરી બાદ સર્વર ઠપ્પ કરી દેવાના કિસ્સામાં પણ આ ગ્રુપનું નામ આવ્યું હતું. અમેરિકા અને સ્પેનના પણ મહત્વના મંત્રાલયોની વેબસાઇટ હેકિંગનો આ ગ્રુપ પર આરોપ છે. આ ગ્રુપ રશિયાથી ઓપરેટ થતું હોવાનું માનવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT