Nitin Gadkari: ચાલુ ભાષણે બેભાન થઈને ઢળી પડ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, લઈ જવાયા હોસ્પિટલ
મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા. જોકે, સ્ટેજ પર હાજર લોકોએ તેમને તરત જ ઉભા કર્યા હતા અને સારવાર માટે લઈ ગયા.
ADVERTISEMENT
Nitin Gadkari: મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યા હતા. જોકે, સ્ટેજ પર હાજર ભાજપના નેતાઓએ તેમને તરત જ ઉભા કર્યા હતા અને સારવાર માટે લઈ ગયા.
સ્ટેજ પર બેભાન થઈ ગયા
નીતિન ગડકરી યવતમાલના પુસદમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેઓ સ્ટેજ પર ભાષણ આપતી વખતે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ આસપાસ હાજર લોકોએ તેમને ઉભા કર્યા અને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા.
Maharashtra, Yavatmal: During the campaign BJP leader Nitin Gadkari's health deteriorated. Nitin Gadkari felt dizzy during his speech and fell on the stage. pic.twitter.com/8ndY2ByKtp
— IANS (@ians_india) April 24, 2024
આ પણ વાંચોઃ આંધી, તોફાન, માવઠું...અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી
ADVERTISEMENT
નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે ગડકરી
લોકસબા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જે પાંચ સીટો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં નાગપુરની સીટ પણ સામેલ છે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેમની સામે કોંગ્રેસે વિકાસ ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ કામનો સ્ટ્રેસ કે પારિવારિક કારણ? રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટરથી કોન્સ્ટેબલે લગાવી મોતની છલાંગ
ADVERTISEMENT
પહેલા પણ ખરાબ થઈ ચૂકી છે તબિયત
આ પહેલીવાર નથી જ્યારે નીતિન ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT