પત્નીએ માંગ્યો ટચ સ્ક્રીન ફોન, ડિમાન્ડ પૂરી ન થતાં છૂટાછેડા સુધી પહોંચી વાત
આગ્રાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ ટચ સ્ક્રીન મોબાઈલ ફોન ન લાવી આપતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં પતિએ ટચ સ્ક્રિન મોબાઈલ ફોન ન લાવી આપતા બંને વચ્ચે ઝઘડો થયો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
આગ્રાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
ટચ સ્ક્રીન મોબાઈલના કારણે છૂટાછેડા સુધી વાત પહોંચી
પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી
આગ્રાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ ટચ સ્ક્રીન મોબાઈલ ફોન ન લાવી આપતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં પતિએ ટચ સ્ક્રિન મોબાઈલ ફોન ન લાવી આપતા બંને વચ્ચે ઝઘડો થયો. જે બાદ ગુસ્સામાં પતિએ પત્નીને માર માર્યો. નારાજ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ મામલો ખંદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
જાન્યુઆરી 2023માં થયા હતા લગ્ન
પ્રાપ્ત માહિતી અનુસાર, ખંડૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતીના લગ્ન હરિયાણાના પલવલના એક યુવક સાથે થયા હતા. બંનેના લગ્ન જાન્યુઆરી 2023માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. બંને પતિ-પત્ની ખુશ-ખુશ રહેતા હતા. પત્નીને શરૂઆતથી જ મોટો ટચ સ્ક્રિન ફોન વાપરવાની ઈચ્છા હતી, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ફોન ખરીદી શકી નહીં.
લગ્ન બાદ પત્નીએ માંગ્યો મોબાઈલ
કહેવાય છે કે લગ્ન બાદ તેણે ફોન ખરીદવાનો નિર્ણય લીધો. લગ્નના લગભગ 3-4 મહિના પછી તેણે તેના પતિ પાસે ફોનની માંગણી કરી. બાદમાં પતિએ ફોન અપાવવાની સાંત્વના આપી. ઘણા મહિનાઓ વીતી ગયા, પરંતુ યુવકે ફોન ન અપાવ્યો. યુવક પલવલમાં એક ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. આ પછી ડિસેમ્બરમાં ફોન મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
ADVERTISEMENT
નારાજ પત્ની જતી રહી પિયર
પતિએ પત્ની સાથે મારપીટ કરી અને તેનાથી નારાજ થઈને પત્ની ચુપચાપ પિયર પરત આવી ગઈ. યુવતી છેલ્લા 4 મહિનાથી પિયરમાં રહે છે. આ દરમિયાન યુવકે ફોન કરીને પત્નીને બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કહ્યું કે જ્યાં સુધી તેને ટચ સ્ક્રિન મોબાઈલ નહીં મળે, ત્યાં સુધી તે પરત આવશે નહીં. પત્નીની ફરિયાદના આધારે પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
બંનેને સમજાવ્યા છતાં ન માન્યા
કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડો. સતીશ ખિરવારે જણાવ્યું કે બંને વચ્ચે મોબાઈલ ફોનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. યુવતી મોબાઈલ ફોન માંગી રહી છે. યુવતીએ કહ્યું છે કે જ્યાં સુધી તેનો પતિ તેને મોબાઈલ ફોન નહીં આપે ત્યાં સુધી તે સાસરે જશે નહીં. બંનેને સમજાવવામાં આવ્યા છે. બંનેને આગામી તારીખે ફરીથી બોલાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT