આ છે ભારતનું સૌથી અનોખું રેલવે સ્ટેશન, એક રાજ્યમાં મળે છે ટિકિટ અને બીજા રાજ્યમાંથી પકડવી પડે છે ટ્રેન

ADVERTISEMENT

Unique Railway Station
આ છે ભારતનું સૌથી અનોખું રેલવે સ્ટેશન
social share
google news

Unique Railway Station: ભારતમાં ઘણા અનોખા રેલ્વે સ્ટેશનો છે. તેમના પોત-પોતના કિસ્સા અને પોતાની કહાનીઓ પણ છે. આજે જાણીએ દેશના એક એવા રેલવે સ્ટેશન વિશે, જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. જી હાં, તમે એકદમ સાચું સાંભળ્યું. અમે વાત કરી રહ્યા છીએ ભવાની મંડી રેલવે સ્ટેશનની, જે બે રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વહેંચાયેલું છે. અહીં પેસેન્જરથી લઈને એક્સપ્રેસ અને કેટલીક સુપરફાસ્ટ ટ્રેનોનો પણ સ્ટોપેજ છે. 

એન્જીન રાજસ્થાન તો પાછળનો ડબ્બો મધ્યપ્રદેશમાં

ભવાની મંડી રેલવે સ્ટેશન પર જો કોઈ ટ્રેન ઉભી રહે છે તો તેનું એન્જીન રાજસ્થાનમાં હોય છે, જ્યારે ટ્રેનનો પાછળનો ભાગ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં હોય છે. તેના એક ભાગમાં બાથરૂમ અને બીજા ભાગમાં ટિકિટ કાઉન્ટર છે. 

પ્લેટફોર્મ પર જવા માટે છે એક પુલ 

આ સ્ટેશન પર બે પ્લેટફોર્મ છે. એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પુલ પણ બનાવવામાં આવ્યો છે. આ રૂટથી બંને રાજ્યોના મુસાફરો મુસાફરી કરે છે.  

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો ભવાની મંડી રેલવે સ્ટેશન વિશે

ભવાની મંડી રેલવે સ્ટેશન WCR ઝોન અને કોટા વિભાગમાં આવે છે. અહીંથી 375 સ્ટેશન સીધા જોડાયેલા છે. આ રેલવે સ્ટેશનનો રિઝર્વેશન કોડ BWM છે. અહીં એક ભાગમાં બાથરૂમ અને બીજા ભાગમાં ટિકિટ કાઉન્ટર છે.

આવું જ બીજું રેલવે સ્ટેશન પણ છે

આવું જ બીજું એક ગજબ રેલવે સ્ટેશન છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વહેંચાયેલું છે. નવાપુર રેલવે સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતમાં અને અડધો મહારાષ્ટ્રમાં છે. સ્ટેશનની વચ્ચોવચ એક લાઈન પણ દોરેલી છે, જે દર્શાવે છે કે કઈ બાજુ મહારાષ્ટ્ર છે અને કઈ બાજુ ગુજરાત છે. અહીં હાજર બેંચ પણ બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. નવાપુર રેલ્વે સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાત બોર્ડર પર આવેલું છે, જે સુરત અને ધુલેથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT