24 કલાકમાં બદલાશે બિહારની તસવીરઃ RJD ધારાસભ્ય દળની આજે બેઠક, BJP એ પણ બોલાવી MP-MLA ની મિટિંગ
બિહારના રાજકારણમાં ફરી પરિવર્તનનો સળવળાટ શરૂ થઈ પટનાથી દિલ્હી સુધી ચાલી રહ્યું છે મંથન ભાજપ અને RJD એ ધારાસભ્યોની બોલાવી બેઠક Bihar Political Crisis: બિહારના…
ADVERTISEMENT
- બિહારના રાજકારણમાં ફરી પરિવર્તનનો સળવળાટ શરૂ થઈ
- પટનાથી દિલ્હી સુધી ચાલી રહ્યું છે મંથન
- ભાજપ અને RJD એ ધારાસભ્યોની બોલાવી બેઠક
Bihar Political Crisis: બિહારના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ભૂકંપ આવ્યો છે અને પટનાથી દિલ્હી સુધી મંથન ચાલી રહ્યું છે. હવે એ લગભગ નિશ્ચિત છે કે નીતિશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર યુ-ટર્ન લઈને ભાજપ સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આજે વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને ભાજપે પટના કાર્યાલયમાં સાંજે 4 વાગ્યે તેના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે જેમાં તમામ સાંસદો અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે.
વિનોદ તાવડે પણ રહેશે હાજર
આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે પણ હાજર રહેશે. ભાજપ લોકસભાની તૈયારીઓની સાથે-સાથે બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરશે.
#WATCH | Delhi: On the current political situation in Bihar, BJP National General Secretary Vinod Tawde says, "Bihar state BJP committee, state BJP MLAs and MPs will hold a meeting today to discuss the Lok Sabha elections." pic.twitter.com/PQBIuqjGuR
— ANI (@ANI) January 27, 2024
ADVERTISEMENT
નીતિશ કુમાર કરી શકે છે સરકાર બનાવવાનો દાવો
તો બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળે પણ રાજકીય સંકટનો સામનો કરવા માટે આજે બપોરે 1 વાગ્યે તેજસ્વી યાદવના સરકારી નિવાસસ્થાને 5 સર્કુલર રોડ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જ્યારે વેઈટ એન્ડ વોચના મૂડમાં જોવા મળી રહેલા નીતિશ કુમાર આવતીકાલે 28 જાન્યુઆરીએ એટલે કે રવિવારે પોતાના નેતાઓની સાથે ચર્ચા કરશે. જનતા દળ યુનાઈટેડના ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમાર રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આવતીકાલે સાંજે અથવા સોમવારે સવારે શપથગ્રહણ થઈ શકે છે.
ભાજપ હાઈકમાન્ડે કરી લાંબી ચર્ચા
આ પહેલા ગઈકાલે દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે હાઈકમાન્ડે બિહાર અંગે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. ભાજપના નેતૃત્વએ 25 અને 26 જાન્યુઆરીએ બિહાર ભાજપના નેતાઓની સાથે મંથન કર્યું, જેથી રાજકીય નફા-નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય મંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે, તેમના માટે નીતિશ કુમારના દરવાજા હંમેશા બંધ રહેશે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વનો દરેક નિર્ણય સ્વીકારવામાં આવશે.
ADVERTISEMENT
ભાજપે ખુલ્લીને બોલવાનું ટાળ્યું
હજુ પણ ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારને લઈને ખુલ્લીને બોલવાનું ટાળી રહી છે, આવું એટલા માટે કારણ કે બિહારના અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીએ દિલ્હીથી પટના આવ્યા બાદ કહ્યું કે 2024ને લઈને બેઠક થઈ રહી છે.
ADVERTISEMENT
લાલુ બેચેન થઈ ગયા
નીતિશ કુમારના પાર્ટી બદલવાના સમાચારોની વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એકદમ બેચેન જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને લગભગ 5 વખત ફોન કર્યા, પરંતુ નીતિશ કુમારે એકપણ ફોન ઉપાડ્યો નહીં, જેના કારણે નીતિશ કુમારે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ ભાજપ સાથે જવાના છે.
ADVERTISEMENT