Bigg Boss 17 ના વિનર Munawar Faruqui પર ઈંડાથી હુમલો, લાલઘુમ થઈ ગયો કોમેડિયન

ADVERTISEMENT

Munawar Faruqui
ટોળાએ મુનાવર પર ફેંક્યા ઈંડા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોમેડિયન મુનાવર ફારુકી ફરી એકવાર ચર્ચામાં

point

મુનાવર ફારુકી પર ઈંડાથી કરાયો હુમલો

point

કોમેડિયન મુનાવર ફારુકી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો

Munawar Faruqui: બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી (Munawar Faruqui) ફરી એકવાર ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે ઈફ્તાર પાર્ટીમાં ગયેલા મુનાવર ફારુકી પર કેટલાક લોકોએ ઈંડા ફેંક્યા હતા. જે બાદ કોમેડિયન મુનાવર ફારુકી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો હતો. મુનાવર ફારુકીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મુનાવરને આવ્યો ગુસ્સો

ગઈકાલે રાતે મુનાવર મુંબઈના મોહમ્મદ અલી રોડ પર ઈફ્તાર પાર્ટી માટે પહોંચ્યો હતો. સ્ટેન્ડઅપ કોમેડિયનને જોતાની સાથે જ લોકોના ટોળાએ તેને ઘેરી લીધો હતો. અહીં સુધી તો બધું બરાબર હતું. પરંતુ પછી અચાનક માહોલ ત્યારે ગરમાયો જ્યારે એક રેસ્ટોરન્ટના માલિકે મુનાવર પર ઈંડા ફેંક્યા. રિપોર્ટ્સ  અનુસાર, તે રેસ્ટોરન્ટના માલિક અને 5 સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે.

મુનાવર પર કોણે ફેંક્યા ઈંડા?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આરોપી (રેસ્ટોરન્ટના માલિક)એ મિનાર મસ્જિદ વિસ્તારમાં આવેલી પોતાની રેસ્ટોરન્ટમાં ઈફ્તાર માટે મુનાવરને આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુનાવર ફારુકી બીજી રેસ્ટોરન્ટમાં ચાલ્યો ગયો હતો. આ જોઈને રેસ્ટોરન્ટના માલિક ગુસ્સે થઈ ગયા અને સ્ટેન્ડઅપ કોમેડિયન પર ઈંડા ફેંકવા લાગ્યા. મુનાવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કોમેડિયન ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

હજુ સુધી નથી આવી પ્રતિક્રિયા

આ સમગ્ર ઘટના બાદ મિનાર મસ્જિદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના પર મુનવ્વરની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.


બિગ બોસ જીત્યા બાદ વધી લોકપ્રિયતા

બિગ બોસ જીત્યા બાદ મુનાવરની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. તે જ્યાં પણ જાય છે, તેની એક ઝલક મેળવવા માટે ભીડ જામે છે. પરંતુ કોને ખબર હતી કે આ લોકપ્રિયતાને કારણે એક દિવસ બે રેસ્ટોરન્ટ વચ્ચે જંગ છેડાશે અને મુનાવર પર ઈંડાનો વરસાદ થશે. 

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT