MDH-Everestની મુશ્કેલીઓ વધી, હોંગકોંગ-સિંગાપોર બાદ હવે અમેરિકાએ લીધો આ નિર્ણય
MDH and Everest Masala: ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ આ દિવસોમાં ચર્ચામાં છે. હકીકતમાં, કેન્સર કારક જંતુનાશકોના ઉપયોગના આરોપને કારણે MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે આને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ADVERTISEMENT
MDH and Everest Masala: ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ આ દિવસોમાં ચર્ચામાં છે. હકીકતમાં, કેન્સર કારક જંતુનાશકોના ઉપયોગના આરોપને કારણે MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે આને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આખરે, હોંગકોંગ-સિંગાપોરમાં વેચાણ પર પ્રતિબંધ શા માટે?
નોંધનીય છે કે અગાઉ MDHના મદ્રાસ કરી પાવડર, સાંભર મસાલા પાવડર અને કરી પાઉડરના વેચાણ પર ખતરનાક જંતુનાશકોના ઉપયોગને કારણે હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ એવરેસ્ટ બ્રાન્ડની પ્રોડક્ટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ પેદાશોમાં જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાતા ઇથિલિન ઓક્સાઈડ તેની સાથે ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સરનો ખતરો રહે છે.
હોંગકોંગ બાદ સિંગાપોરે પણ આ બે કંપનીઓની મસાલા બ્રાન્ડને રડાર પર લીધી છે. બંને દેશોએ દાવો કર્યો હતો કે તેઓએ મસાલાના કેટલાક મિશ્રણોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની હાજરી શોધી કાઢી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: MS Dhoni ના પરિવારમાં આવશે નવું મહેમાન, સાક્ષી ધોનીએ કરી સો.મીડિયા પર પોસ્ટ
અમેરિકાની FDAએ પણ તપાસ શરૂ કરી
હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે અમેરિકા પણ આ મસાલા બ્રાન્ડ્સને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. એટલું જ નહીં માલદીવે આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં આવા જંતુનાશકોના ઉપયોગને શોધવા માટે તેની તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં એફડીએના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ મામલામાં કેમિકલના ઉપયોગના અહેવાલો આવ્યા બાદ તેઓ આ મામલે માહિતી એકત્ર કરી રહ્યા છે.
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજનું બારડોલીમાં અસ્મિતા મહાસંમેલન, તૃપ્તિબા કહ્યું- 'આપણી તલવાર આપણું મત બેંક છે'
MDHએ કહ્યું- આ આરોપો પાયાવિહોણા છે
એક તરફ એક પછી એક દેશમાં આ બે ભારતીય મસાલા બ્રાન્ડની સમસ્યાઓ વધી રહી છે તો બીજી તરફ એમડીએચ અને એવરેસ્ટ દ્વારા આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. MDH MDH એ તેના ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા રસાયણોના ઉપયોગના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી.
ADVERTISEMENT
અગાઉ, એવરેસ્ટે કહ્યું હતું કે તેના મસાલા સલામત છે અને તે ભારતીય મસાલા બોર્ડની લેબમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા પછી જ નિકાસ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT