Ujjain Mahakal: મહાકાલ મંદિરના પ્રસાદના પેકેટને લઈને વિવાદ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
Mahakaleshwar Temple Prasad Packets Row: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદના પેકેટને લઈને મોટો વિવાદ સર્જાયો છે, આ વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT

Mahakaleshwar Temple Prasad Packets Row: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદના પેકેટને લઈને મોટો વિવાદ સર્જાયો છે, આ વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મામલાની સુનાવણી કરતા ઈન્દોર હાઈકોર્ટે મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટીને આદેશ આપતા 3 મહિનાની અંદર જ આ મામલે સમાધાન કરવા માટે કહ્યું છે. તો મંદિરની પ્રબંધન સમિતિએ કોર્ટના આદેશને લઈને કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં અરજદારની અરજી પર કામ શરૂ કરશે અને નિર્ણય લેશે.
આ પણ વાંચોઃ US Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના કરુણ મોત, 20 ફૂટ ઊંચી ઉછળી કાર
સનાતન ધર્મનું થાય છે અપમાન
તમને જણાવી દઈએ કે, મહાકાલ મંદિરના પ્રસાદના પેકેટ પર ભગવાનનો ફોટો અને 'ॐ' છપાયેલો છે. શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ પેકેટને કચરાપેટીમાં કે ડસ્ટબીનમાં ફેંકી દે છે. તેનાથી આસ્થા સાથે ખિલવાડ થાય છે. તેથી ઉજ્જૈનના મહાકાલ મંદિરના પ્રસાદીના પેકેટ પર ભગવાનની તસવીર અને 'ॐ' છાપવાને લઈને ઈન્દોર હાઈકોર્ટની ડબલ બેંચમાં 19 એપ્રિલે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાના વકીલે કહ્યું કે, પ્રસાદી લીધા પછી પ્રસાદીના પેકેટને લોકો કચરા પેટ્ટીમાં ફેંકી દે છે. આનાથી સનાતન ધર્મનું અપમાન થાય છે.
ADVERTISEMENT
*महाकाल के प्रसाद पैकेट पर मंदिर की फोटो पर विवाद:* हाईकोर्ट ने कहा-मंदिर समिति 3 महीने में निराकरण करे, मामले की प्रधानमंत्री से भी शिकायत https://t.co/0pEcY5tObq
— Munish Om Prakash Singh (@OmMunish) April 27, 2024
આ પણ વાંચોઃ Multibagger Stocks: જોરદાર શેર....1 વર્ષમાં 1900%નું રિટર્ન, કંપનીનો નફો જોઈને ચોંકી જશો
મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટીને HCનો આદેશ
વકીલે કહ્યું કે, તેમણે આ મામલે બે વખત મહાકાલ મંદિર કમિટીને અરજી આપી હતી, પરંતુ ત્યાં આ અરજી પર કોઈ સુનાવણી થઈ ન હતી. આ પછી 19 એપ્રિલે ઈન્દોર હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી પર 24 એપ્રિલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટીને 3 મહિનામાં આ મામલાને ઉકેલવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT