MAKAR SANKRANTI 2024: અમિત શાહ આજે ગુજરાતમાં, અમદાવાદમાં આ જગ્યાઓ પર ઉડાડશે પતંગ, જાણો કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad MAKAR SANKRANTI 2024: આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં લોકો પર્વની ઘામઘૂમથી ઉજવણી કરતા નજરે પડશે. એવામાં હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહ આજે પતંગ મહોત્સવમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે અને ત્યાર બાદ વેજલપુર સ્વાતિ 2 એપાર્ટમેન્ટમાં પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ત્યાર પછી ગાંધીનગર વૈદેહી-3 રેસિડેન્સીમાં યોજાનારા પતંગ મહોત્સવમાં હાજર રહેશે. જ્યારે સાંજે 4.30 કલાકે સાબરમતી વિધાનસભામાં પ્રમુખનગર સોસાયટીમાં પતંગ મહોત્સવમાં (Kite Festival) ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સાંજે 5.30 કલાકે પ્રમુખનગર સોસાયટીમાં લોકો સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 15 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે. અમિત શાહ દિયોદરમાં બનાસડેરીના સણાદર પ્લાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે.

77 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ

નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ જ માનવામાં આવે છે. મકરસંક્રાતિના દિવસે વરિયાણ યોગની સાથે રવિયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. વરિયાણ યોગ રાત્રી 02.40 પર પ્રારંભ થશે અને 15 જાન્યુઆરીએ રાત્રે 11.10 વાગ્યા સુધી રહેશે. આ પછી રવિ યોગ પ્રારંભ થઈ જશે. જ્યોતિષનું માનીએ તો મકર સંક્રાતિના દિવસે આવો શુભ યોગ 77 વર્ષ બાદ બની રહ્યો છે. આવા શુભ યોગમાં પવિત્ર સ્નાન શુભફળદાયી રહેશે. આ દરમિયાન સ્નાન-દાન કરવાથી તમને ઘણા પ્રકારના શુભ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આખું વર્ષ તમને સૂર્યદેવની કૃપા મળતી રહેશે. મકરસંક્રાંતિ સોમવારે આવતી હોવાથી આ દિવસે તમને ભગવાન શિવની કૃપા પણ મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT