ધરતીકંપઃ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી પાકિસ્તાનની ધરા,રિક્ટર સ્કેલ પર નોંધાઇ 5.2ની તીવ્રતા
Pakistan Earth quake: પાકિસ્તાનમાં આજે (15 નવેમ્બર) સવારે 5:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા…
ADVERTISEMENT
Pakistan Earth quake: પાકિસ્તાનમાં આજે (15 નવેમ્બર) સવારે 5:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 5.2ની તીવ્ર માપવામાં આવી છે.નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પહેલા પણ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા પાકિસ્તાનમાં ગત શનિવારે (11 નવેમ્બર) સાંજે લગભગ 6 વાગ્યે પાકિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે 4 દિવસ બાદ ફરી એકવાર પાકિસ્તાન ભૂકંપથી હચમચી ગયું. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ધરતીથી 18 કિલોમીટર અંદર હતું.
An earthquake of Magnitude 5.2 on the Richter scale occurred in Pakistan at 5:35 am today: National Center for Seismology pic.twitter.com/brJnVAj8Ot
— ANI (@ANI) November 15, 2023
ADVERTISEMENT
ભૂકંપનું મુખ્ય કારણ
તમને જણાવી દઈએ કે, ધરતીની અંદર ટેકટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, જેના કારણે વાઇબ્રેશન્સ સર્જાય છે. તે વાઇબ્રેશનને કારણે ધરતી પર ભૂકંપના આંચકા અનુભવાય છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો ધરતીની અંદર કુલ 12 ટેક્ટોનિક પ્લેટ્સ છે. તે ધરતીની અંદર તરતી રહે છે, કારણ કે ધરતીની અંદરની મોટાભાગની વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. દર વર્ષે ટેક્ટોનિક પ્લેટ 4થી 5 mm ખસે છે. આ સમય દરમિયાન ટેકટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ADVERTISEMENT
ADVERTISEMENT