Maharashtra Fire: પિંપરી ચિંચવડમાં મીણબત્તીની ફેક્ટ્રીમાં આગ, 6 લોકોનાં કરૂણ મોત

Krutarth

ADVERTISEMENT

Fire in Maharashtra
Fire in Maharashtra
social share
google news

Pimpri-Chinchwad Candle Factory Fire : મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં મીણબત્તી બનાવવાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. જેમાં છ લોકોના દાઝી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.

Pimpri-Chinchwad Fire News

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શેખર સિંહનું કહેવું છે કે, પિંપરી ચિંચવડ શહેરના તલાવડે વિસ્તારમાં એક મીણબત્તી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં છ લોકોના મોત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. ચીખલી અને દેહુર રોડ પોલીસની સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને આગમાં મીણબત્તી કંપની બળીને ખાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

VIDEO | A fire broke out in a factory near Talwade industrial area in Pimpri Chinchwad near Pune earlier today. Several workers were feared trapped in the incident. More details are awaited. pic.twitter.com/d5pr0VNqgb

— Press Trust of India (@PTI_News) December 8, 2023

મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે

પિંપરી ચિંચવાડના એસીપી (ક્રાઈમ) પદમાકર ઘનવત કહે છે, “મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં છ લોકોના મોત થયા છે. જ્યારે આઠ ઘાયલ થયા છે. આ ઘટના આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના પાછળના કારણોની ઓળખ કરવામાં આવી રહી છે.”

    follow whatsapp

    ADVERTISEMENT