'હું સલમાન ખાનને મારી નાખીશ...', ધમકીનો નવો વીડિયો આવ્યો સામે, આરોપીને પોલીસ ઝડપ્યો

ADVERTISEMENT

salman khan banvarilal
સલમાન ખાન કેસ
social share
google news

Salman Khan Threat  Video Viral : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે મુંબઈ પોલીસે નવો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં રાજસ્થાનમાંથી એક વ્યક્તિની ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વીડિયો બનાવીને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ બનવારીલાલ લાતુરલાલ ગુજર (25) તરીકે થઈ છે, જે રાજસ્થાનના બુંદીના રહેવાસી છે. મુંબઈ પોલીસ આ આરોપીની પૂછપરછ કરી રહી છે.

હું સલમાન ખાનને મારી નાખીશ : બનવારીલાલ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બનવારીલાલ લતુરલાલ ગુજરે તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, "લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાર અને તેમની ગેંગના સભ્યો મારી સાથે છે. હું સલમાન ખાનને મારી નાખીશ, કારણ કે તેણે હજુ સુધી માફી માંગી નથી." આરોપીએ રાજસ્થાનના એક હાઈવે પર વીડિયો બનાવ્યો હતો.

રાજસ્થાનની મુંબઈ પોલીસે આરોપીની કરી ધરપકડ

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલવામાં આવી હતી. આ ટીમે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીના ગુનાહિત પૃષ્ઠભૂમિની પણ તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

આરોપીની સઘન પૂછપરછ શરૂ કરાઈ

અમે તપાસ કરી રહ્યા છીએ કે આરોપી બનવારીલાલ ગુજરનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે કેમ. તેની ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે, જેમાં 506(2) (ગુનાહિત ધાકધમકી માટેની સજા) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની જોગવાઈઓ સામેલ છે. "આ મામલે વધુ તપાસ ચાલી રહી છે."

સલમાન ખાનના ઘર પર થયું હતું ફાયરિંગ

તમને જણાવી દઈએ કે, 14 એપ્રિલે સવારે 4:52 વાગ્યે બે બાઇક સવાર શૂટરોએ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે બીજી ગોળી ત્યાં લગાવેલી નેટને વીંધીને ઘરની અંદરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર વાગી હતી. આ પછી આરોપી બાઇકને ચર્ચ પાસે છોડીને ભાગી ગયા હતા.

ADVERTISEMENT

સલમાન ખાન અને અરબાઝ ખાનનું પોલીસે નિવેદન નોંધ્યું

થોડા દિવસ અગાઉ આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારીઓ સલમાન ખાનનું નિવેદન લેવા તેના ઘરે પહોંચ્યા હતા. સલમાનનું નિવેદન નોંધવામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ સાંજે 5.30 વાગ્યા પછી તેના ઘરેથી નીકળી ગઈ હતી.

ADVERTISEMENT

અરબાઝ ખાનનું નિવેદન 4 પેજમાં જ્યારે સલમાન ખાનનું નિવેદન 9 પેજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સલમાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે તેના ઘરે પાર્ટી હતી, જેના કારણે તે મોડા સૂઈ ગયો હતો અને ગોળીનો અવાજ સાંભળીને તે જાગી ગયો હતો. સલમાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 29 લોકોના નિવેદન નોંધ્યા છે.

આ ઘટના સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાન ઘરે હાજર હતા. જોકે વૃદ્ધાવસ્થાના કારણે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જો જરૂર પડશે તો સલીમ ખાનનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે, મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

    follow whatsapp

    ADVERTISEMENT