હવે સુનિતા કેજરીવાલનો વારો? હાઈકોર્ટે મોકલી નોટિસ; શું છે મામલો?
Sunita Kejriwal Got Delhi High Court Notice: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ફસાયા છે. વીડિયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે તેમને નોટિસ મોકલી છે.
ADVERTISEMENT
Sunita Kejriwal Got Delhi High Court Notice: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ફસાયા છે. વીડિયો કોન્ફરન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે તેમને નોટિસ મોકલી છે. સુનિતા કેજરીવાલ અને 5 લોકો વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરીને આરોપ લગાવવામાં આવ્ય છે કે તેમણે કોર્ટની સુનવાણી પ્રક્રિયાનો વીડિયો બનાવીને જાહેર કર્યો, જે ગુનો છે. કોર્ટે સુનિતા કેજરીવાલને જે નોટિસ મોકલી છે, તેમાં કોર્ટની કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો તેઓ વીડિયોને હટાવશે નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 28 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
VIDEO | “The court has issued the notice to Sunita Kejriwal and others to submit an answer by July 9. The court has asked to remove the recordings from social media saying it’s a violation of the Delhi HC VC rules” says advocate Vaibhav Singh on Delhi HC hearing on a petition… pic.twitter.com/oHQyhxmGz7
— Press Trust of India (@PTI_News) June 15, 2024
9 જુલાઈ સુધીનો અપાયો સમય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીતા કેજરીવાલને કેસની આગામી સુનાવણીની તારીખ 9 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેમને આદેશનું પાલન કરવા કડક સૂચનાઓ મળી છે. અરજદાર વકીલ વૈભવે પીઆઈએલ દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે 28 માર્ચ, 2024ના રોજ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી દરમિયાન આ વીડિયો ત્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે કેજરીવાલ તેમનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. એટલું જ નહીં આ વીડિયોને #MoneyTrailExposedByKejriwalની સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. અરજદારે જણાવ્યું કે, કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરી શકાતી નથી. આવું થવાને કારણે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચે છે.
हर कोई को यह वीडियो सुनना चाहिए कैसे केजरीवाल जी अपनी बात कोर्ट में रख रहे हैं !
— SHIVANI VERMA (@ShivaniV2901) March 28, 2024
और कैसे ED के पोल खोल रहे हैं ED के सहारे उन्हें कैसे फंसाया जा रहा है यह तो सभी जानते थे अब सबूत भी पेश कर रहे हैं !!#MoneyTrailExposedByKejriwal pic.twitter.com/Uvao2pOVhw
લગભગ 10 મિનિટનો વીડિયો વાયરલ થયો
અરજદાર વૈભવે હાઈકોર્ટને જણાવ્યું કે લગભગ 10 મિનિટનો એક વીડિયો છે, જેને આમ આદમી પાર્ટીએ જાણીજોઈને વાયરલ કર્યો છે જેથી કેજરીવાલનો પ્રચાર થઈ શકે. જો તેઓ નિર્દોષ છે તો આવી હરકતો કરવાની કોઈ જરૂર જ નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવ્યા છે. 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડ બાદ 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી, પરંતુ 10મી મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. અરવિંદ કેજરીવાલ 2 જૂને પાછા જેલમાં ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT