Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો, આ રાજ્ય સરકારે કરી જાહેરાત
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ કર્ણાટક સરકારે વધારાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે
ADVERTISEMENT
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ કર્ણાટક સરકારે વધારાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સેલ ટેક્સમાં સુધારા બાદ આ વધારો થયો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સેલ્સ ટેક્સમાં સુધારો કર્યો હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ₹3 અને ₹3.02નો વધારો થશે.
દેશના અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT