દિલ્હી લિકર પોલિસી કેસઃ મનીષ સિસોદિયા વિરુદ્ધ EDની ચાર્જશીટ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ EDની ચાર્જશીટની નોંધ લીધી. કોર્ટે સિસોદિયાને 1 જૂને હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ EDની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે સિસોદિયાએ કાયદાકીય નિષ્ણાતોની સલાહને બાયપાસ કરીને કેબિનેટ નોટમાં ફેરફાર કર્યો હતો. કારણ કે નિષ્ણાંતોનો મૂળ અહેવાલ તેમના ગુપ્ત હેતુના માર્ગમાં અવરોધ બની શકે છે.

જુની કેબિનેટ નોટનો નાશ
ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મનીષ સિસોદિયાએ ડ્રાફ્ટ કેબિનેટ નોટમાં ફેરફાર કર્યો હતો જેથી કાયદાકીય નિષ્ણાતોના અહેવાલમાં તે સમયની વર્તમાન નીતિને ચાલુ રાખવાની હિમાયત કરવામાં આવી હતી જે સિસોદિયાના અભિપ્રાયની વિરુદ્ધ હતી. તેથી, તેમનો અભિપ્રાય કોઈપણ સંજોગોમાં રેકોર્ડ પર લાવી શકાય નહીં. ચાર્જશીટ એ હકીકતને પણ પ્રકાશિત કરે છે કે સિસોદિયાએ જૂની કેબિનેટ નોટનો નાશ કર્યો હતો જેથી તેનો કોઈ પુરાવો રહે નહીં.

અંતિમ વિચારણા માટે ફાઈલ અપાઈ હતી સિસોદિયાને
વધુમાં, તપાસ દરમિયાન અંતિમ વિચારણા માટે ફાઇલ સિસોદિયાને સોંપવામાં આવી હતી. આ ફાઇલ 28.01.2021 ના ​​રોજ અધિકારી પ્રવેશ ઝા દ્વારા મનીષ સિસોદિયાને સોંપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તે અધિકારીને ફાઈલ પરત કરવામાં આવી ન હતી. સિસોદિયાએ કેબિનેટ નોટનો જૂનો ડ્રાફ્ટ ધરાવતી ફાઈલનો પણ નાશ કર્યો છે, જેથી તેનો કોઈ પુરાવો ન રહે. AAPના આ ટોચના નેતાએ વિજય નાયરને કાર્યકરના માધ્યમથી એજન્સીઓને જૂઠું બોલવાની સલાહ આપી હતી. મહેન્દ્ર ચૌધરીના ફોનમાંથી તપાસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ અને પુરાવાનો નાશ કરવાના પુરાવા પણ મળી આવ્યા છે. મહેન્દ્ર ચૌધરીને દુર્ગેશ પાઠકે વિજય નાયરને મદદ કરવા કહ્યું હતું જ્યારે નાયર ઓગસ્ટ 2022માં વિદેશથી પાછો ફર્યા હતા. મહેન્દ્ર ચૌધરીનું એક વોઈસ રેકોર્ડિંગ છે જેમાં તેમને તપાસ એજન્સીઓને ખોટું બોલવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

Wrestler in Haridwar Live: મેડલને પ્રવાહીત કર્યા બાદ ઇન્ડિયા ગેટ પર કરશે આમરણાંત ઉપવાસ

L1 લાયસન્સ સરેન્ડર કરવા કર્યું દબાણઃ ચાર્જશીટ
ચાર્જશિટ પ્રમાણે, વિજય નાયર અને અમિત અરોરાએ પંજાબમાં કેટલાક દારૂના ઉત્પાદકોને હાંકી કાઢવા સરકારી તંત્રનો ઉપયોગ કર્યો હતો. માર્ચ 2022 માં પંજાબમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી અને ત્યાં AAPની સરકારની રચના પછી વિજય નાયર અમિત અરોરા અને અન્યો સાથે, મહાદેવ લિકરને પંજાબ એક્સાઇઝની સરકારી મશીનરીનો ઉપયોગ કરીને દિલ્હીમાં તેનું L1 લાયસન્સ સરેન્ડર કરવા માટે દબાણ કર્યું. વિજય નાયર અને અન્ય સહયોગીઓના આ કાવતરા અને ધાકધમકીને પરિણામે, મહાદેવ લિકરનું લાઇસન્સ સરેન્ડર કર્યું. ત્યારબાદ 4 ઉત્પાદકો મેસર્સ શિવ એસોસિએટ્સ અને મેસર્સ દીવાન સ્પિરિટ્સને આપવામાં આવ્યા, જેમણે રૂ. 8.02 કરોડની કમાણી કરી.

14 ફોન 43 સીમકાર્ડ બદલ્યા
વિજય નાયરની ગુનાહિત પ્રવૃતિઓને મનીષ સિસોદિયાએ ટેકો આપ્યો હતો. વિજય નાયરની ગુનાહિત પ્રવૃતિઓને મનીષ સિસોદિયા દ્વારા ટેકો મળ્યો હતો… વિજય નાયરે જે 8.02 કરોડની લાંચ લીધી હતી તે સિસોદિયાની જાણમાં હતી. EDએ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે CBI દ્વારા કેસ નોંધાયા બાદ સિસોદિયા દ્વારા 14 મોબાઈલ ફોન હેન્ડસેટ અને 43 સિમ કાર્ડ બદલાયા હતા. સિસોદિયા દ્વારા દારૂના કૌભાંડ દરમિયાન ઉપયોગમાં લેવાતા 14 મોબાઈલ ફોનમાંથી માત્ર 3 ફોન સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અથવા ED સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. AAP કાર્યકર સુશીલ સિંહ પાસેથી સિસોદિયા દ્વારા ઉપયોગમાં લેવાતો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

9 ફોન તેમના ન હતાઃ સિસોદિયા
આ સિવાય સિસોદિયા દ્વારા ઉપયોગમાં લેવાતો અન્ય એક ફોન જાવેદ ખાનની પૂછપરછ દરમિયાન મળી આવ્યો હતો. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે બાકીના 9 ફોન તેમના ન હતા. તે ફોન અન્ય પાર્ટીના કાર્યકરોના હોઈ શકે છે. પરંતુ સિસોદિયાએ તે 9 ફોન વિશે કોઈ નક્કર માહિતી આપી નથી. આ 14 ફોનમાં વપરાયેલા 43 સિમકાર્ડમાંથી માત્ર 5 તેના નામે ખરીદવામાં આવ્યા હતા અથવા તો તેણે કબૂલ્યું હતું કે અન્ય કોઈના નામે લેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT