ગ્રહણ સમયે પણ આ મંદિરના દરવાજા ભક્તો માટે હંમેશા ખુલ્લા રહે છે, જાણો અહીં જાપ કરવાનું મહાત્મ્ય

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ શામળાજી જ એકમાત્ર મંદિર એવું છે જે ગ્રહણકાળમાં પણ ભક્તોના દર્શનાર્થે ખુલ્લું રહે છે. ઉલ્લેખનીય છે કે ગ્રહણ સમયે જ્યારે મંદિરો બંધ રહે છે ત્યારે આ જ એક એવું ધાર્મિક સ્થળ છે જ્યાં ભક્તો જઈ શકે છે. શામળાજી મંદિરે ભક્તો ગ્રહણકાળમાં જઈને ભગવાનની પૂજા કરી શકે તથા જાપ કરે એના માટે ખુલ્લું જ રહે છે. તો ચલો આ સમયે પ્રભુ સમક્ષ મંત્રોચ્ચાર કરવાના શું ફાયદા છે એના પર નજર કરીએ….

ગ્રહણકાળમાં શામળાજી મંદિરમાં પૂજન કરવાનું અનોખું મહત્ત્વ
શામળાજી મંદિરમાં ગ્રહણકાળમાં પૂજા કરવાનું અલગ મહાત્મ્ય છે. અહીં ભગવાન સામે બેસી મંત્રોચ્ચાર કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી પૂજાનું 100 ગણું ફળ ભક્તોને મળે છે. તેવામાં આજે ગ્રહણકાળમાં ભક્તો મોટી સંખ્યામાં અહીં આવીને પૂજન કરતા પણ નજરે પડી શકે છે.

ગ્રહણનો સમય અને ફળપ્રાપ્તિનું મહત્ત્વ
ગ્રહણ દરમિયાન મંત્રોચ્ચાર કરવાથી અનેક ગણું ફળ મળે છે એવું માનવામાં આવે છે. ત્યારે આજે સાંજે 4.35 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.26 વાગ્યે થશે. તેવામાં જોવાજઈએ તો આનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટનો રહેશે. જેથી અત્યારે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

With Input- હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT