માઠી આગાહીઃ અમદાવાદ...ગાંધીનગર સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ભારે પવન ફૂંકાવાની શક્યતા

ADVERTISEMENT

Heavy rain forecast in Gujarat
ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય
social share
google news

Heavy rain forecast in Gujarat: રાજ્યભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જોકે, ગઈકાલ બપોર પછી મેઘરાજાનું જોર થોડું ઘટ્યું હોઈ તેમ લાગે છે. નવસારીમાં છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદના કારણે સામાન્ય જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 

ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે જેને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

28 જુલાઈએ આ વિસ્તારમાં આગાહી

તો 28 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.  

માછીમારોને અપાઈ સૂચના

હવામાન વિભાગે 28 અને 29 જુલાઈના 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી  છે. આ ઉપરાંત દરિયાકિનારા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે 

ADVERTISEMENT

ADVERTISEMENT

 


 

    follow whatsapp

    ADVERTISEMENT