TMKOC: હવે આ કલાકારે છોડ્યો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ', ફેન્સને લાગ્યો મોટો ઝટકો
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની દુનિયાનો સૌથી લાંબો ટીવી શૉ છે. આ શૉને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ શૉ વર્ષ 2008માં શરૂ થયો હતો. અત્યારે પણ આ શૉ સબ ટીવી પર આવે છે.
ADVERTISEMENT
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની દુનિયાનો સૌથી લાંબો ટીવી શૉ છે. આ શૉને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ શૉ વર્ષ 2008માં શરૂ થયો હતો. અત્યારે પણ આ શૉ સબ ટીવી પર આવે છે. જો કે, આ શૉને ઘણા કલાકારો અલવિદા કહી ચૂક્યા છે, હવે શૉના વધુ એક પાત્રએ 16 વર્ષ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. શૉમાં 'ગોલી'નું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ બાદ શૉને અલવિદા કહી દીધું છે.
ભાવુક થયા કુશ શાહ
ગોલી ઉર્ફે કુશ શાહે શૉ માટે આભાર વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે 'જ્યારે આ શૉ શરુ થયો હતો, ત્યારે હું ઘણો નાનો હતો. તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શૉમાં ખૂબ એન્જોય કર્યું છે. તેમજ મેં શૉમાં મારું બાળપણ વિતાવ્યું છે. આ સફર માટે હું આસિત મોદીનો આભારી છું, જેમણે મને ગોલીમાં પરિવર્તિત કર્યો.'
તમારો ગોલી એવો જ રહેશેઃ કુશ શાહ
વીડિયો મેસેજમાં કુશ શાહે તસવીરો સાથે તેની 16 વર્ષની સફરને યાદ કરી. વીડિયો મેસેજમાં કુશ શાહે કહ્યું કે તમારો ગોલી એવો જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન, સિરીયલમાં એક એક્ટર તો બદલાઈ શકે છે, પણ પાત્ર નહીં.
ADVERTISEMENT
આ કલાકારો છોડી ચૂક્યા છે શૉ
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણા કલાકાર આ શૉને અલવિદા કહી ચૂક્યા છે. જેમાં દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી અને રાજ અનડકટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT