NEET-UGનું ફાઈનલ પરિણામ જાહેર, બદલાયા 4 લાખ ઉમેદવારોના રેન્ક, આવી રીતે ચેક કરો સ્કોર કાર્ડ

ADVERTISEMENT

NEET-UG Final Result
NEET-UG Final Result
social share
google news

NEET-UG Final Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટની સૂચના બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે સુધારેલા પરિણામો બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

ટોપ સ્કોરરની સંખ્યા 17 થઈ

તમને જણાવી દઈએ કે, 4 જૂને જાહેર થયેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે, IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આ એડજસ્ટમેન્ટ લગભગ 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ પર અસર કરશે જેમણે પહેલાથી જ સ્વીકૃત જવાબ પસંદ કર્યા હતા, જે ટોપ સ્કોરરની સંખ્યા 61 થી ઘટાડીને અંદાજિત 17 સુધી પહોંચાડશે.

NEET UG રિવાઇઝ્ડ સ્કોરકાર્ડ 2024 કેવી રીતે જોવું?

  • સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NTAની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાઓ.
  • સ્ટેપ 2: "NEET-UG Revised Score Card" માટેની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: અહીં તમારા લૉગિન ક્રેન્ડેશિયલ દાખલ કરો અને સબમિટ કરો.
  • સ્ટેપ 4: હવે સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ સુધારેલું સ્કોરકાર્ડ જુઓ.
  • સ્ટેપ 5: ભાવિ સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને સાચવો.

નોંધનીય છે કે NEET UG સુધારેલ સ્કોરકાર્ડ 2024 ના પ્રકાશન પછી તરત જ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના પ્રકાશન પછી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન, ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT