સોનું અને ચાંદી ફરી થયું સસ્તુ, શું અત્યારે ખરીદવાનો યોગ્ય સમય? જાણો લેટેસ્ટ ભાવ

ADVERTISEMENT

gold and silver rate
સોના-ચાંદીના ભાવ
social share
google news

Gold Silver Prices Drop: સોના અને ચાંદીમાં રોકાણ ભારતીયોની પ્રથમ પસંદગી રહી છે. પરંપરા છે અને વળતર પણ સારું છે. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જે કહેતા હશે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા ત્યારે સોના, ચાંદી અને આભૂષણોએ તેમની મદદ કરી હતી. એટલે કે, તેઓ સોના-ચાંદીને ગીરો મૂકીને અથવા તેને વેચીને કટોકટીમાંથી બહાર આવ્યા હતા.

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો જાણવા માંગે છે કે શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? કારણ કે સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ 6700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે, જ્યારે ચાંદીની કિંમત ઓલ ટાઈમ હાઈથી 13000 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ છે.

નિષ્ણાતોના મતે, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને ધીમે ધીમે ખરીદી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે સોનામાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવા માંગો છો, તો તમે હવે 40 હજાર રૂપિયાનું સોનું ખરીદી શકો છો, બાકીના 60 હજાર રૂપિયા રાખો, કારણ કે જો સોનાના ભાવ હજુ વધારે ઘટે તો બાકીના પૈસાથી તેને ખરીદો.

ADVERTISEMENT

સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ

જો લેટેસ્ટ ભાવની વાત કરીએ તો શુક્રવારે સાંજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 68131 રૂપિયા હતી, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 67858 રૂપિયા હતી. જ્યારે ચાંદી અત્યારે 81271 રૂપિયા પ્રતિ કિલો છે.

તમને જણાવી દઈએ કે, ગુરુવારની સરખામણીમાં શુક્રવારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે, ગુરુવારે સાંજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 68227 રૂપિયા હતો, જે આજે ઘટીને 68131 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે ગુરુવારે ચાંદીની કિંમત 81474 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે શુક્રવારે ઘટીને 81271 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ADVERTISEMENT

સોનાએ કરાવી અઢળક કમાણી

સોનાએ લોકોને જબરદસ્ત વળતર આપ્યું છે. ઈન્ડિયન પોસ્ટ ગોલ્ડ કોઈન સર્વિસિસના જણાવ્યા અનુસાર, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા 62 પૈસા હતી. તેની કિંમત 1964માં પ્રથમ વખત ઘટી હતી અને તે 63.25 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી હતી. 1970 અને 80ના દાયકામાં તેની કિંમત 1184 થી 1130 રૂપિયાની આસપાસ રહી હતી. 1990માં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો અને 3200 રૂપિયા સુધી પહોંચી ગયો. ત્યારપછી પાંચ વર્ષ પછી 1995માં 4680 રૂપિયા થઈ ગયા.

ADVERTISEMENT

નોંધનીય છે કે સોનાને કટોકટીમાં સહારો માનવામાં આવે છે, જ્યારે પણ વિશ્વમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે ત્યારે સોનામાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ઉદાહરણ તરીકે, કોરોના સંકટ દરમિયાન, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને નિરાશ કર્યા. બેંકોમાં વ્યાજ દરો સતત ઘટી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન સોનાએ લોકોને જબરદસ્ત વળતર આપ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT